________________
ખીજાયો છે? સજ્જનોનો ક્રોધ તો તરત શાંત થઈ જાય, છતાં કૃષ્ણને ખભે ઉપાડી વનમાં ભટકે છે, રોજ પૂજા કરે છે, એમ છ મહિના પસાર થાય છે, દેવ થયેલ ભાઈ સિદ્ધાર્થ તેમને પ્રતિબોધ કરવા (૧) પર્વત ઉપરથી પથ્થરનો રથ પડે છે, તેના ટુકડે ટુકડા થઈ જાય છે, રથકારરૂપે દેવ તે પાછો બનાવવા બેસે છે, રામ કહે છે, હે મૂઢ! તૂટેલા રથ સંધાતા હશે? જો તમારો ભાઈ જીવતો થઈ શકે તો એ કેમ ન બને ? (૨) પથ્થર ઉપર વાવણી કરે છે, પથ્થર ઉપર ઊગે ખરું? (૩) દષ્પવૃક્ષને પાણી સિંચે છે, દગ્ધવૃક્ષ પલ્લવિત થાય ખરું? (૪) મરેલી ગાયને ઘાસ ખવડાવે છે, શું મરેલી ગાય ઘાસખાય ખરી? છતાં પણ જ્યારે બળદેવ સમજતા નથી ત્યારે (૫) ખભા ઉપર એક સ્ત્રીના શબને લઈને આવે છે, બળદેવ પૂછે છે, આ શું છે? ગુસ્સે થયેલી મારી પત્ની મારી સાથે બોલતી નથી. મારે પણ એવું જ છે, ગુસ્સે થયેલ મારો ભાઈ પણ મારી સાથે બોલતો નથી. સમાન દુઃખી બન્ને મિત્ર બની જાય છે, એકવાર ઝાડ નીચે બન્ને મૃતકને મૂકી પેલા બે ફળ વગેરે માટે સહજ દૂર જાય છે, વૃક્ષને કારણે દેખાતા નથી. ત્યારે કૃષ્ણ તથા પેલી સ્ત્રી બન્ને ઊઠે છે, દંપતીની જેમ પ્રેમથી વાતો કરવા લાગે છે. નજીકમાં હોવાથી તેઓ બેની વાતો સાંભળી રામ અને પુરુષ વૃક્ષની પાછળ રહેલા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે, અરે ! છ છ મહિના સુધી ખભે ઉપાડ્યા, સેવા કરી છતાં અમારી સાથે બોલવાની વાત દૂર રહી, જવાબ પણ ન હોતા આપતા અને હવે બન્ને મીઠી મીઠી વાતો કરવા લાગ્યા !. મારો સ્નેહ આ જ સુધી ક્ષીરની જેમ તેના પ્રતિ ક્યારે તુટ્યો નથી, પાણીની જેમ ભાઈના સ્નેહનો લેશ પણ મારા ઉપર નથી.
क्षीरस्येव ममाद्यापि, स्नेहोऽमुं प्रति नात्रुटन् । નીરવ પુનર્નાસ્થ, સ્નેહશોપિ માં પ્રતિ પારા[g.રૂરર, રૂ૪૭].
બન્નેની વાત સાંભળે છે, કૃષ્ણ કહે છે, આવા ભીખારી જેવા સાથે શું ફરે છે?. મારી પત્ની બની જા, હાથીને પામી કોણ ગધેડાને પકડી રાખે છે. જ્યાં સુધી મારો ભાઈ અને તારો પતિ ન આવે, ત્યાં સુધી ચાલો અહીથી ચાલ્યા જઈએ, એમ કહી બન્ને ચાલવા લાગ્યા. બન્નેને ઝપાટાબંધ જતા જોઈ પેલો પુરુષ રામને કહે છે, જોયો, ધૂતારા જેવો તારો ભાઈ મારી પત્નીને લઈને ચાલ્યો !, બળદેવ તેને કહે છે, હે મિત્ર! જે પતિને છોડી જાય, તે સ્ત્રી ઉપર શું સ્નેહ કરવો?, તેની વાત જ છોડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org