SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ३० ત્યાં સુધી અહી સાવધાનીથી રહો અહી પુણ્ય કે દેવો કોઈ રક્ષણ કરનાર નથી “ન પુછ્યું નાપિ દેવાસ્તે, સામ્પ્રત સમન્તિ રક્ષા: ।"[પૃ.રૂ૨૭, ો-રૂરૂ૪] પીત વસ્ત્ર ઓઢી કૃષ્ણ જરા પગ ઉપર પગ ચઢાવી સૂતા છે, જરાકુમાર પીતાંબરને કારણે હરણ સમજી બાણ છોડે છે, તે એમના પગમાં જીવને લેવા આવ્યું હોય તેમ પેસી જાય છે, કૃષ્ણ એકદમ ઊઠી બોલે છે, કહ્યા વગર મને કોણે માર્યો ? મેં જીવતા જીવે કુલગોત્ર જાણ્યાં વગર કોઈને માર્યા નથી, તો મને જણાવો તમે છો કોણ ? વૃક્ષની પાછળ ઉભેલા જરાકુમાર કહે છે, હું યદુવંશી આનકદુંદુભિનો પુત્ર, રામકૃષ્ણનો મોટો ભાઈ છુ. પ્રભુનુ વચન સાંભળી મારા હાથે ભ્રાતૃહત્યા ન થાય, તેથી તદ્દન નિર્જનવનમાં હું રહુ છું કૃષ્ણ કહે છે, ભાઈ નજીકઆવ, હું એજ તારો ભાઈ, જેને કારણે તે ૧૨ વર્ષ કલેશ સહન કર્યા. પ્રભુનું વચન ક્યારે મિથ્યા થતું નથી. મૂર્છા પામેલ, દુઃખથી વિલાપ કરતા તેને શાંત કરી કહે છે, હમણા રામ આવે તે પહેલા અહીથી જ્યાં પાંડવો છે, ત્યાં જજે. મેં પહેલા પ્રભુતાઈથી તેઓ ઘણા દુ:ખી કર્યા છે, તેમને તેમજ બીજા બધાને ખમાવજે, એમ કહી તેમને મોકલી બાણ ખેંચી લઈ, જાતે જ આરાધના શરૂ કરે છે. (૩૧૮-૩૩૬૭થી ૩૩૭૩) ઉત્તર મુખે બેસી, બે હાથજોડી, પંચપરમેષ્ઠીને નમસ્કાર કરી, શ્રીનેમિનાથને નમન કરી તૃણનો સંથારો કરી, વિચારે છે, પ્રભો ! આપને ધન્ય છે !, આપને આશરે આવેલ અને તમારી પાસે સંયમી બનેલને ધન્ય છે !, તેઓ ભવસમુદ્ર તરી ગયા, દુર્દશાને પામેલ મને ધિક્કાર છે. પહેલા સુખ ઉપર સુખ અને હવે દુઃખ ઉપર દુઃખ આવી રહ્યું છે, ત્યાં દ્વીપાયનનો વિચાર આવતા, એને તો નહિ છોડું એમ વિચારતા કોપાયમાન થયેલા, હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, ત્રીજી નારકે ગયા. બળદેવનો બંધુપ્રેમઃ- બળદેવ અપશુકન થવા છતાં કમળપત્રમાં પાણી લઈને શ્રીકૃષ્ણની પાસે આવે છે, નિદ્રાધીન આંખો જોઈ થોડી વાર બેસે છે, પછી વિચારે છે, શું મારો ભાઈ મૃત્યુ પામ્યો છે ? મૂર્છા પામ્યા છે ? પોતે પૃથ્વીઉપર પછડાય છે, કંઈક ભાનમાં આવતા સિંહનાદ કરે છે, જંગલમાં બીજું કોણ આવે ? પશુઓ બધા ભેગા થઈ જાય છે ? કોણ પાપી છે ? જેને મારા ભાઈને માર્યો છે. “સુપ્તપ્રમત્તજૂષિ-સ્ત્રીનાં હત્યાં જોતિ : ? ।” [પૂ.રૂ૨૦, જો-રૂરૂ૮૮] હે ભાઈ ! તને થયું છે શું ? બોલ તો ખરો ? પાણી માટે આટલો સમય લાગી ગયો તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy