SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २९ મહાવત કહે છે, અમને બેને અભય આપો તો બચાવું. રાજા અભય આપે છે, અંકુશથી ધીમે ધીમે ત્રણે પગ પાછા લેવડાવે છે, તે સંપૂર્ણ વાત વાંચવી ગમે તેવી છે. બોધ પામેલ વિચક્ષણ રહનેમિ પણ ભોગથી નિવૃત્ત બને છે, તે સાધ્વી ! અગાધસમુદ્રમાં ડૂબતા મને આપે બચાવ્યો. હું મારા પાપસ્થાનની આલોચના કરી નિરતિચાર સંયમનું પાલન કરીશ. અષ્ટપ્રકારી પૂજાનું માહાળ્ય:- કૃષ્ણ લોકોને કહે છે, ધર્મ કદાચ વિનોને અટકાવનાર ન બને તો પણ સુગતિ આપનાર છે, તે અવશ્ય કરવો જોઈએ. રોજ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કેવી રીતે કરવી? અને એક એક પૂજાથી શો લાભ થાય છે, તે બધું નિરૂપણ (૩૦૯-૩૨૫૧થી ૩૨૩૩) કર્યું છે. શમ-કૃષ્ણની મા-બાપ પ્રત્યેની ભક્તિ- દ્વારિકાના નાશ વખતે નગરજનોનો પોકાર સાંભળી કૃષ્ણ-બલરામ વિચારે છે, આના કરતા તો અમે પહેલા મૃત્યુ પામ્યા હોત તો સારું થાત !. આગમાંથી બચાવવા પોતાના રથમાં વસુદેવ, દેવકી અને રોહિણીને સાથે લે છે, પણ તે રથ ચલાવવા જ્યારે ઘોડાબળદ-હાથી બધાજ અસમર્થ બને છે, ત્યારે માતા-પિતા પ્રત્યેની પરમોચ્ચભક્તિથી બન્ને ભાઈઓ જાતે રથ ખેંચે છે, પૈડ તૂટી જાય છે, ત્યારે ખભે ઊંચકી દરવાજા સુધી લઈ જાય છે, નગરના દરવાજા બંધ થાય છે, દ્વૈપાયન કહે છે, તમને પહેલા જ જણાવ્યું હતું, તમારા બે સિવાય કોઈ નહિ બચે. તમે માબાપનો આગ્રહ છોડો માબાપ કહે છે, હે વત્સ! તમે બે બહાર નીકળો. તમે તમારી ફરજ બજાવી છે, જે ભાવી છે, તેને કોઈ ટાળી શકે નહિ. બન્ને ભાઈઓ વિચારે છે, હા હા ! આપણા જીવતા મા-બાપની આવી પરિસ્થિતિ!ત્રણે જણા મનથી શ્રીનેમિનાથનું શરણ, અનશન, ક્ષમાપન કરી સ્વર્ગે સીધાવે છે, તે વખતે રામના પુત્ર કુન્નવારક મકાન ઉપર ચઢી બૂમો પાડે છે, પ્રભુએ મને ચરમશરીરી કીધા છે, તો આ શું થયું? તિર્યભૃભકદેવો તેમને ઊંચકીને પ્રભુની પાસે મૂકી દે છે, સંયમલઈ મોક્ષે જાય છે. કૃષ્ણની અંતિમ આરાધના- ત્રણ ખંડના નાથ મુસાફરની જેમ “પચવે પારેજી, ગતિ મામુદા"(પૃ.૩૫, ો-રૂરૂર જ્યાં પાંડવો છે, તે તરફ જવા વિચારે છે, નગરમાં ભટકતાં કૌશાંબવનમાં આવે છે, ગરમીથી તપેલા કૃષ્ણ તૃષાતુર બને છે, બલરામ કહે છે. હું જ્યાં સુધી પાણી લઈને આવું Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy