________________
ગુસ્સે થયેલ તે સર્પ પૂછડું ભોંય ઉપર પછાડે છે, પોતાનું મુખ પસારે છે, ગાડિક મંડલની નજીક અગ્નિ પ્રગટાવે છે અને કહે છે, ક્યાં ઝેર પાછું લે, ક્યાં અગ્નિમાં પડ. અગંધનકુલમાં ઉત્પન્ન થયેલ સર્પ ઝેર પાછું નહી લે, મરવાનું પસંદ કરે. પરંતુ કુલને કલંકિત નહિ કરે. માંત્રિકની સામે થવા અશક્ત એવો તે ભેગા થયેલા નવા નાગકુલના સર્પોને કહે છે, મારી જેમ તુચ્છ એવા પ્રાણોનો ત્યાગ કરજો, પણ ઝેર પાછું નહિ લેતા. એમ કહી જરાપણ વ્યાકુળ થયા વગર, તે વખતે જ તે અગ્નિમાં પ્રવેશે છે. પણ વમેલ ઝેરને પાછું લેતો નથી. ગાડિકના આદેશથી બધા સર્પો પોતાના સ્થાને પાછા જાય છે. ગાડિક માત્રથી પાણી મંત્રી છાંટે છે, ત્યાં જ નિર્વિષ થયેલ રાજપુત્ર, સૂતેલો ઊઠે તેમ એકદમ ઊઠી જાય છે, આ બધું શું છે? રાજા બધી વાત કરે છે, ગાડિકનો આભાર માને છે, ઉપકાર કરનાર લોકો વિરલ છે, પરંતુ ઉપકાને સ્વીકારનાર તો મળે યા ન મળે.
૩૫%ારપરા પ્રાયો, વિરાવ માનવાઃ | ૩૫રમાનિન, પરં ત્તિ ન સત્તિ વા વાલા.૨૨૭, સ્ટો-રૂ૨૨૨]
મેં મારી ફરજ બજાવી છે, હું જાઉં છું, કહી ચાલ્યા જાય છે, તે રથનેમે ! તમે આ દષ્ટાંત મનમાં વિચારો. તો પણ જ્યારે રહનેમિ વિષયેચ્છાથી પાછા ફરતા નથી, ત્યારે દુશવ વચન રાજીમતી સંભળાવે છે. “વિત્યુ તેનો સામી” (પૃ૨૭,
શ્નો-9] હે અપયશકામી! તમને ધિક્કાર થાઓ, જે ભોગોને તમે જ છોડ્યા, તેને પાછા સ્વીકારવા તૈયાર થયા છો આના કરતા તો મરણ સારું મરણ. પોતાનું ખાનદાન યાદ કરાવે છે, હું કોણ? અને આપ કોણ? આપણે કંઈ ગંધનકુલના સામાન્ય સર્પ જેવા નથી “અદંર ભોયરાય"(પૃ.૨૨૭, સ્ત્રો-૮] અને જો આ રીતે કરશો તો જેમ જેમ સ્ત્રીઓને જોશો, તેમ પવનથી જેમ વનસ્પતિ ચલિત થાય છે, તેમ અસ્થિર બની જશો.“વફત દિસિ માવ” ર૮, ૧] મહાસતી જેમ મહાવત હાથીને અંકુશથી વશ કરે, તેમ ધર્મમાં સ્થિર કરે છે. નૂપુરપંડિતા સ્ત્રીની કથાની અંતર્ગત રાણી અને મહાવતના સંબંધોને કારણે રાજા શિક્ષા કરવા પર્વત ઉપર હાથી, રાણી ને મહાવતને ચઢાવે છે, ત્રણ પગ આકાશમાં અદ્ધર રાખી એક પગે ઉભેલા હાથી ઉપર બન્ને બેઠા છે, ત્યારે લોકો રાજાને કહે છે, આ બે એ પાપ કર્યા છે, બિચારા હાથીને શા માટે સજા? રાજા મહાવતને હાથી બચાવવા કહે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org