SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા તથા નાગિલાના સ્નેહથી અહી આવ્યો છું, તો તે મારી વહાલી પ્રાણપ્રિયા કુશળ છે? મારી આવવાની વાત ક્યારેય કરે છે ખરી કે નહિ? ત્યારે તે કહે છે, હે ભદ્ર ! તે તો તમને સંયમી બનેલા જાણી ત્યારે જ સાધ્વીના સંસર્ગથી મોક્ષના માર્ગે આગળ વધવા શુદ્ધ સમ્યક્ત સહિત બાર વ્રતોને ધારણ કરી, ધર્મશાસ્ત્રને ભણી, બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરી, તપ તપતા આટલો કાળ ગૃહસ્થપણામાં પણ ધર્માનુષ્ઠાનમાં લીન બની છે, હેં ! એમ. હવે તે શું વિચારે છે?ભવદેવમુનિને પ્રતિબોધ કરવાના આશયથી નાગિલા પોતે જ પોતાની દ્રવ્યસ્તુતિ કરી ભાવસ્તુતિ કરતા કહે છે, હવે તો એ સાધ્વીની પાસે સંયમ લેવા તત્પર બની છે. તમે, ભાઈના કહેવા માત્રથી આટલા વર્ષ વ્રતોનું પાલન કરી, સાચો રસ્તો જોવા છતાં પણ ઉજ્જડ રસ્તે જવા તૈયાર થયા છો. તુચ્છ એવા વિષયોને ખાતર મુશ્કેલીથી મળી શકે એવી રત્નત્રયીને છોડી દેશો? भ्रातुरप्युपरोधेन, सुचिरं पालितव्रतः । तत्किं सन्मार्गदृश्वापि, यासि त्वमपि कापथम् ? ।।१।[पृ.२८, श्लो-११४] આ પ્રમાણે શિખામણ આપવા છતાં ભોળા ભવદેવ મુનિ કહે છે, તારી બધી વાત સાચી, પણ... એક વાર તો હું નાગિલાને જોઉં અને પછી તેની આજ્ઞા મુજબ હું કરીશ. ચતુર નાગિલા પોતાની વાતમાં મુનિને લાવી પોતાનું ધાર્યું કરાવવા કહે છે, તમે જેની પૃચ્છા કરો છો તે જ હું, ઘડપણને કારણે રૂ૫-લાવણ્ય અને જુવાનીથી રહિત એવી નાગિલા છું. - તથાપના ત્યાં રા, યાતસ્તનુજા ततस्तयोक्तं भो भद्र!, पश्य सैषास्मि नागिला ।।१।।[पृ.२९, श्लो-११६-११७] આગળ કહે છે, હે મુનિ ! સંસારી અસારતાને જુઓ બીજાની વાત છોડો મને જ જુઓને ક્યા તે સમયની હું? અને ક્યા આજની હું? દિદં તપૂર્વ ?, શીશી ચા િસતિ ?” [g.૨૨, ભો-૨૮] શરમાઈ ગયેલ ભવદેવ મનોમન ચિંતવે છે. હા! આ ધન્ય છે, કૃતાર્થ છે, અને હું કેવો? તેનાથી વિપરીત “ગો ઘા! વૃતાર્થે વિપરીત ter"g.ર૧, -૨૨૧] આ પ્રમાણે મહાવૈરાગ્યની ભાવના ભાવતા હતા ત્યાં જ બ્રાહ્મણીનો દીકરો બોલે છે, તે મા! મને ઉલટી થાય છે, જલ્દી વાસણ નીચે મૂક, અમૃતથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy