________________
१८
પણ ઉત્તમ દૂધપાક નકામો ન જાય, વમન કરી કહે છે, જીવનથી પણ દુર્લભ એવા આને હું ફરીથી ખાઈશ. ત્યારે બ્રાહ્મણી કહે છે, હે પુત્ર ! આવુ કરતા તને દુર્ગંછા નથી થતી ? આ રીતે ખાનારા તો કૂતરા જ હોય આટલો વિવેક જે બ્રહ્મણીને છે, તે પણ મને નથી, એ પ્રમાણે સંવેગની લહરથી પખાલાયેલ નિર્મળ મનવાળા તેમણે વિષયોનો તત્ત્વથી ત્યાગ કર્યો. કહે છે, હે નાગિલે ! તમે મને માર્ગમાં સ્થિર કર્યો, તેથી તમે જ સાચા અર્થમાં મારા ગુરુ છો. મારું દુષ્કૃત મિથ્યા થાઓ. નાગિલા કહે છે, ગુરુ પાસે જાઓ, આલોચના કરી, વ્રતનું પાલન કરો. હું પણ હમણા જ સાધ્વી પાસે જઈ વ્રત સ્વીકારીશ. ગુરુ પાસે જઈ બધા દુષ્કૃતની આલોચના કરી, સારી રીતે સંયમ પાળી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મદેવલોકમાં સામાનિક દેવ થયા
શ્રીનેમિનાથ ત્રિ:- પવર્ષાંતે નયિં નો,એ ગાથાના સાર સ્વરૂપ રાજીમતીજીએ રહનેમિને જે જે ઉપદેશ આપ્યો, તે વાતને શ્રીનેમિનાથ-રાજીમતીના નવે ભવના વર્ણન સાથે બતાવી છે. એનું વર્ણન કરવા નથી એવી કંઈ બુદ્ધિ, નથી એવી કોઈ કલમ, નથી એવી કંઈ સહી કે નથી એવા કોઈ શબ્દો. પાણીના પ્રવાહમાં તણાતા હોઈએ તેમ બસ, વાંચ્યા જ કરીએ. એવું લાગે. વાંચન સિવાય એની અનુભૂતિ શબ્દોમાં શક્ય નથી, માત્ર કેટલાક અંશો જણાવીશું.
પહેલો ભવઃ– જંબુદ્વીપમાં દક્ષિણાર્ધ ભરતમાં, અચલપુર નામે નગર છે. વિક્રમધનનામે રાજા, ધારિણી રાણીનો પુત્ર ધન છે. કુસુમપુરનગરમાં સિંહરાજા અને વિમલારાણીને ધનવતીનામે પુત્રી છે. ધનનું ચિત્ર જોઈ દિનરાતધનનું જ સ્મરણ કરે છે.
गता तत्रापि नो वक्ति, न भुङ्गे न स्वपित्यपि ।
થનો ધન કૃતિ ધ્યાવ-ત્યેાગ્રામીષ્ટમન્ત્રવત્ ।।।।[Ç.રૂ૭, ો-૬૬] જાણે (શ્લોક લેવો પાનુ ૩૭-શ્લોક ૭૬) નેમિનાથજીની સાથેનો સંબંધ નવ ભવ સુધી લંબાવાનો ન હોય.
ધનનો જીવ જ્યારે ગર્ભમાં હતો ત્યારે માતાજીએ સ્વપ્નમાં વૃક્ષને નવ વાર એક સ્થાનથી બીજે સ્થાને ઊગતા જોયું, જ્ઞાનીને કહે છે. તારો પુત્ર નવમે ભવે ૨૨મા તીર્થંકર નેમિનાથ થશે.
ઉનાળાની ભયંકર ગરમીના દિવસો ધન અને ધનવતી કાળઝાળ તળાવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org