________________
१५
તમે તમારા ભાઈને સંયમ અપાવો તો સાચા ગણાવો.” જ્યારે ગુરુ સાથે ત્યાં જઈશું ત્યારે વાતા. વિહાર કરતા કાલાંતરે તે દેશમાં પહોંચે છે. ગુરુની આજ્ઞા લઈ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા પોતાના ગામમાં જાય છે. તે સમયે જ ભવદેવનો નાગદત્તની અને વાસુકીની પુત્રી નાગિલાનામની કન્યા સાથે વિવાહમહોત્સવ ચાલે છે. પ્રસંગે ભવદત્તના આગમનથી સગાસંબંધી બધા ખુશી થાય છે. સમય પારખી મુનિ કહે છે. હમણા જઈએ છીએ, સમયે આવીશું. વિવિધ આહારથી પડિલાભે છે, તે વખતે કુલની મર્યાદા મુજબ નાગિલાના ગાલને ભવદેવ સજાવી રહ્યા હતા. પરંતુ ભવદત્તમુનિના આગમનથી, ગુરુ બોલાવતા શિષ્ય જેમ બધું છોડીને એકદમ ઊભા થાય, તેમ તે નાગિલાને પડતી મૂકી ઊભા થયા. અડધી શણગારેલી કામદેવની સ્ત્રી રતિ જેવી પત્નીને છોડી ક્યાં ચાલ્યા ?, એમ મિત્રો બોલતા રહ્યા અને પોતે બંધુમુનિ સાથે ચાલતા થયા. જોઈએ કવિના શબ્દોમાં—
वार्यमाणोऽपि तल्लोकै-र्मा मा गच्छेति वादिभिः । વિમÁમહિતામેતાં,. વાછામૃત્યુખ્ય ચ્છસિ ? ।।૨।।[પૃ.૨૪, શ્ને-૧૪] હમણા જ પાછો આવીશ, એમ કહી બંધુમુનિ સાથે ગયેલા ભવદેવને વાતો કરતા કરતા વ્રત આપવાની ભાવનથી ઘીનું પાત્ર પકડાવી દીધું. આગળ ચાલતા થયા, સંબંધીઓ બધા પાછા વળ્યાં. અર્ધી શણગારેલી પત્નીને યાદ કરતા, પાછા જવાની ઈચ્છા છતાં, ભાઈની રજા સિવાય કેમ જવાય ?, વાતો કરતા ગુરુની પાસે આવતા, મોટા ભાઈ અને લગ્નના કપડા પહેરેલ નાના ભાઈને જોઈ, સાધુઓ અંદરોઅંદર ચર્ચા કરે છે, ખરેખર પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા મહામુનિ પધારી રહ્યા છે. ગુરુપાસે પહોંચે છે, પૂછે છે. આ કોણ છે ?, મારો નાનો ભાઈ સંયમ લેવા આવ્યો છે. ગુરુભાઈને પૂછે છે, હે ભદ્ર ! વ્રત લેવા આવ્યો છે ? પોતે મૂંઝવણમાં મૂકાઈ જાય છે. એક બાજુ નવોઢા અને બીજી બાજુ બંધુનું વચન... इतः प्राणप्रिया बाला, नवयौवनवर्त्तिनी ।
હતો મે ખ્યાયસો બ્રાતુ-રનુનમિાં વર્ષેઃ ।।।।[પૃ.૨૧, ૨૪–૭૪] ભાઈનું વચન મિથ્યા ન થાય એટલે માત્ર હુંકારો ભણેછે. ભવદેવને દીક્ષા આપી ગુરુભગવંત સપરિવાર વિહાર કરે છે. નવા મુનિને સાધુનો આચાર શીખવાડે છે.. ભાઈના કહેવાથી દ્રવ્યથી વ્રત ધારણ કરે છે. ભાવથી તો નિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org