________________
१४
મુનિ મૂંઝાય છે. શ્રીસુધર્માસ્વામી કહે છે. ક્ષોભ ન કરો, થઈ રહેશે. મંત્રીશ્વર વંદનાર્થે આવે છે. કહે છે. અમે કાલે બીજે વિહાર કરશું. કેમ ? માસકલ્પને યોગ્ય આ ક્ષેત્ર નથી ? બધી વાત જણાવે છે. આપ ચિંતા ન કરો. અપવાદ દૂર થશે. અને તેઓ બધા સ્તુતિ કરશે, તેમ હું ગોઠવીશ. મંત્રી પોતાના આંગણે ત્રણ મોટા રત્નના ઢગલા કરે છે. ઘોષણા કરાવે છે. રત્નઢગલા આપવાના છે. જેમણે જોઈએ તે બધા આવો. લોકો બધા ભેગા થયા. મંત્રીશ્વર કહે છે. “વત્સ્યનનિ-વા:-વિ:” [પૃ.૭, ો-૨૨] જે અગ્નિ-પાણી-સ્ત્રીનો ત્યાગ કરે તેને રત્નના આ ત્રણ ઢગલા મળશે. આ ત્રણ છોડીએ તો રત્નોને કરવાનું શું ? તે વખતે મંત્રી કહે છે, તો તમે શા માટે કઠિયારા કઠિયારા કરો છો ?, એકી અવાજે બધા કહે છે. અમે હવે એવું નહિ બોલીએ, અજ્ઞાનથી જે બોલ્યા તે માફ કરો, તમે ધન્ય છો, ત્યાગી છો.
ધન્યાં ત્યું મહાત્યાની, ય: સર્વમિમત્વનઃ । [પૃ.૨૮, ૨ો-૨૭]
(૫) ભવદેવ-ભવદત્ત અને નાગિલાઃ- “સમાણુ પેહ્રાણુ પરિવવંતો” [પૃ.૨૮, ì-૪] એ ગાથાર્થનું વિશદીકરણ કરતા “ન સામત્રંનોવિ અતં નિ સીને" [પૃ.૨૮, TM-૪] ની વાત આ કથાના માધ્યમથી રાગ વ્યક્તિને ક્યાં સુધી લઈ જાય છે ? તે વર્ણનનું વર્ણન આપણા શબ્દોમાં કરવું શક્ય નથી. જંબુદ્રીપમાં ભરતવર્ષમાં મગધદેશે સુગ્રામ નગર છે. ત્યાં રાષ્ટ્રકૂટ નામે શ્રેષ્ઠી છે, તેની રેવતી નામે પત્ની છે, તેના બે દીકરાઓ છે, મોટો ભવદત્ત, નાનો ભવદેવ, એક વાર શ્રીસુસ્થિતાચાર્ય ગામમાં પધારે છે, દેશના આપે છે, ભવદત્ત સંસારથી નિર્વેદ પામી સંયમ સ્વીકારે છે. ગુરુના પડછાયાની જેમ રહી, શ્રુતજ્ઞાની બને છે. સમુદાયમાં એક વાર કોઈક સાધુ ગુરુપાસે સ્વજનોને મળવાની અનુજ્ઞા માંગે છે, કહે છે, મારો વ્હાલો નાનો ભાઈ મને જોઈ નિશ્ચિત સંયમ સ્વીકારશે. ગીતાર્થસાધુ સાથે જવા ગુરુ સંમતિ આપે છે. પિતાના ગામ જાય છે. જોગાનુજોગ તે વખતે જ નાનાભાઈના લગ્નની પૂરજોશમાં તૈયારી ચાલતી હોવાથી, મોટા ભાઈ આવ્યાની વાત તો દૂર રહી, એમની સાથે એક અક્ષર પણ બોલ્યા નહી, પાછા આવ્યા, ગુરુને બધી વાત કરતા હોય છે, ત્યાં જ વચમાં ભવદત્તમુનિ ટપકી પડે છે, “એમના બદલે હું હોત તો નાનાભાઈને લીધા વગર ન આવત” મુનિ કહે છે, “જાણી જાણી તમારી હોશિયારી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org