________________
જાય છે. મારે આરંભ-સમારંભ હવે શા માટે? મરવું છે, તો શા માટે સમાધિથી નહિ?. રાજ્યની આકાંક્ષા અને ધનની મૂછ છોડી દે છે. ધન સાત ક્ષેત્રમાં વાવી, સગાસંબંધીઓને વહેંચી, દીન દુઃખી અનાથોને આપી દે છે. છતાં ચતુર્થબુદ્ધિથી વિચાર કરી શત્રુને સંકટમાં લાવવા, નિસત્વ બનાવવા, જીવતા છતાં મરેલો-સાધુ જેવો બનાવવા ગંધચૂર્ણની ગુટિકા અને એક ચીટ્ટી ડબ્બીની અંદર ડબ્બીમાં મૂકીને ગાયના વાડાની શુદ્ધભૂમિમાં, ઈંગિની મરણ દ્વારા સમાધિની ઇચ્છાથી અનશનનો સ્વીકાર કરે છે.
આ વાત સાંભળી ધાવમાતા રાજવીને કહે છે. તમે આ શું કર્યું? તમને જીવાડનાર અને રાજ્ય આપનાર મંત્રીની અવજ્ઞા કરી?રાજવી પૂછે છે કેવી રીતે
ધાવમાતા કહે છે. તારા પિતા ચંદ્રગુપ્તને કોઈ શત્રુ મારી ન નાંખે તેથી રોજ વિષમિશ્રિત ભોજન ચાણક્ય આપતા હતા, રાણી ગર્ભને ધારણ કરનાર બની, રાજાની સાથે એક થાળીમાં ભોજન કરવાનો દોહદ ઉત્પન્ન થયો, રાણી દુર્બળ બની. ગયા, રાજાએ વાત પૂછી, સાચી વાત જાણી, મંત્રીને વાત કરી, મંત્રીએ ઝેરવાળું ભોજન ન આપવા જણાવ્યું, રાણી સૂકાવા લાગ્યા, એક વાર મંત્રીની ગેરહાજરીમાં રાજવી એક કોળિયો જ્યાં આપે છે, ત્યાં ચાણક્ય આવી ગયા, અરર ! આ શું કર્યું ? હવે શું કરવું? “સર્વનાશે સમુત્ય, ચન્દ્રચતિ પતઃ ”19.૨૨, -ર૧] બેના નાશમાંથી એકને બચાવવા તારી માના પેટમાંથી તેને બહાર કાઢી બાકીના દિવસો ઘી વગેરેમાં રાખ્યો, પરંતુ એક બિંદુ મસ્તક ઉપર પડવાને કારણે એટલા ભાગ ઉપર ઉખરભૂમિની જેમ વાળ ખરી ગયા, અને તારું “બિંદુસાર” નામ પાડ્યું. તે સાંભળી રાજવી જલ્દી ચાણક્ય પાસે જઈ પગે પડે છે, પોતાની ભૂલની કબૂલાત કરે છે, મને માફ કરો, કૃપા કરો, ઘરે આવો, સામ્રાજ્યનો સ્વીકાર કરો. ચાણક્ય કહે છે, હું હવે અનશની છું, બધું હવે પુરુ થયું. બાળકની જેમ રાજવી રડે છે. સુબંધુ વિચારે છે. આ તો બધા પાશા ઊંધા પડ્યા છે. તેથી કપટી એવો તે આંસુ સારતો ચાણક્યની સેવા કરવા આજ્ઞા માગે છે, દંભી એવો તે સાંજે ત્યાં જઈ નજીકમાં ધૂપના અંગારા મૂકી ચાલ્યો ગયો.
થાણકથની અંતિમ આરાધના- સાચા સાધક બની ચાણક્ય પણ અગ્નિથી તપતા તપતા જે ભાવના ભાવે છે, તે સમાધિ મરણ અપાવનાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org