________________
११
અતીવ વત્સસ્ટેડન્યોન્ય, સોશ્વિવ સાધુપુ ।।[પૃ., i-] શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહરાજના સાન્નિધ્યમાં પિતાએ પુત્રની સાથે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ખરબચડી ભૂમિ ઉપર ચાલી ન શકનાર પુત્રે જોડાની માંગણી કરી, પિતાએ પુત્રના અનુરાગથી સંમતિ આપી. પછી તો થઈ ગઈ શરૂઆત. ઠંડીથી રક્ષવા પગના મોજા, માથે છત્ર, શરીરે સ્નાન, ભિક્ષાર્થે જવાનું નહિ, સૂવા સંથારો નહિ, માથે લોચ નહિ, ગમે તેવી ગોચરી નહિ, અને છેવટે વિરતિનાં પાલનની અશક્તિ દર્શાવી ત્યારે ગચ્છમાંથી કાઢી મૂક્યાં. ગમે ત્યાં જઈ વિષયાસક્ત અને ઈન્દ્રિયાસક્ત બની મૃત્યુ પામી પાડારૂપે થયા. પિતામુનિ આરાધના કરતા સ્વર્ગે ગયા. પુત્રના રાગથી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પુત્રની અવદશા જોઈ. પ્રતિબોધ કરવા આવે છે. તેના ઉપર અધિક ભાર મૂકે છે, ભરૂચના પાડાની જેમ જ્યારે ભાર વહન થઈ શક્તો નથી ત્યારે સંયમ જીવનના જ તેમના શબ્દો બોલે છે. જોડા વિના નહિ ચાલે મોજા વગર નહિ ચાલે. સાંભળતા સાંભળતા ઈહાપોહ થતા જાતિસ્મરણ થાય છે. પિતાદેવ હિત શિક્ષા આપે છે.
દછે: પુરત્ત્તવા વત્સ!, રતાનાં નિધિરસ્તુત: ।
તત: બ્રેવ:તું રહ્યું, નેમપ્યારે પરમ્ ।।।। [પૃ.૮, ો-રૂ૭] હજુ પણ કઈક સમજ. વ્રતમાં મન લાવ છેવટે અનશન કરી સ્વર્ગમાં જાય છે. (૩) ચાણક્ય અને સુબંધુઃ- કથાશૈલી એટલી રસાળ છે. કે વાંચવાનું શરૂ કર્યા પછી છોડવાનું મન જ ન થાય. “વત્સ્યગંધમ ંŕ' [પૃ.૧, ો-૨] એ ગાથાનું નિરૂપણ કરતા બુદ્ધિશાળી ચાણક્ય અને સુબુદ્ધિમંત્રીની વાત કરી છે. કથાનો આશય એ છે કે પરવશ બની, ઔષધિઆદિથી નિઃસત્ત્વ બનેલ કે પ્રાણાન્તની શક્યતાને કારણે વસ્ત્ર-ગંધાદિકના ઉપભોગનો ત્યાગ કરે, તે ત્યાગી કહેવાય નહિ. પાટલીપુત્રનગરના નંદવંશના અંતિમ રાજવી નંદરાજાને પદભ્રષ્ટ કરી મંત્રીશ્વર ચાણક્યે ચંદ્રગુપ્તને રાજા બનાવ્યા. ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તેનો પુત્ર બિંદુસાર આવ્યો. નંદનો મંત્રી સુબંધુ બિંદુસારની સેવા કરતા ચાણક્યના છિદ્રો શોધવા લાગે છે. સમયે બિંદુસારને કહે છે. તમને ખબર છે. આ એજ ચાણક્ય છે, જેણે તારી માતાને પણ મારી નાખી હતી, તો તને શું નહિ કરે ? સાવધ રહેજે. રાજા ચાણક્ય ઉપર ગુસ્સે ભરાય છે. ચાણક્ય રાજાના મનોભાવને પ્રવેશને જાણી જાગ્રત થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org