________________
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ
શ્રીપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખરસૂરીશેભ્યો નમઃ
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
સુગૃહીત નામધેય સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત યોગવિંશિકા વગેરે યોગવિષયક પ્રકરણ ગ્રન્થોમાં યોગ અંગે સુંદર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. જીવને મોક્ષની સાથે જે જોડી આપે તેવી સાધુ-શ્રાવક સંબંધી કોઈ પણ ધર્મક્રિયા એ યોગ છે.
દરેક ધર્મક્રિયા એ યોગ નથી, પણ મોક્ષ સાથે જોડી આપનારી ધર્મક્રિયા એ યોગ છે. એટલે જણાય છે કે ધર્મક્રિયા યોગરૂપ બને પણ ખરી, ક્યારેક ન પણ બને. છતાં જો યોગરૂપ બનશે તો ધર્મક્રિયા જ યોગરૂપ બનશે, હિંસાદિ પાપક્રિયાઓ નહીં. એટલે આ પણ જણાય છે કે જેઓ હજુ ધર્મક્રિયામાં જ જોડાયા નથી, અથવા જેઓ ધર્મક્રિયામાં જોડાયા હોવા છતાં એમાં હજુ એવા સ્થિર થયા નથી, (મનમાં આવ્યું તો કરે – ન આવ્યું તો ન કરે આવી હાલક ડોલક સ્થિતિવાળા છે...) એવા જીવોને યોગની વાતો કરવાનો કશો અર્થ નથી. જે ધર્મક્રિયા કરતો જ નથી, એવા જીવને ‘તારી ધર્મક્રિયા યોગરૂપ તો જ બનશે જો એ પ્રણિધાનાદિ આશયોથી યુક્ત હશે' આવું કહેવાનો શો મતલબ ? એને તો પ્રથમ પગથિયા રૂપે એ પાપક્રિયાઓ છોડી ધર્મક્રિયાઓમાં જોડાય એ માટે ધર્મનો મહિમા ગાતી વાતો જ કરવાની હોય. જે ગામ આખામાં રખડ્યા કરે છે ને ધંધો વગેરે કશું કરતો નથી, એને જો ધંધો આ રીતે કરાય તો નફો થાય ને આ રીતે કરાય તો નફો ન થાય' વગેરે કહેવાનો શું મતલબ ? એને તો ધંધો કરવાથી આ લાભ ને ધંધો કરવાથી તે લાભ વગેરે કહી ધંધાનું આકર્ષણ પેદા કરવાનું હોય ને એના દ્વારા ધંધે લગાડવાનો હોય. આ રીતે એક વાર એ ધંધામાં સ્થિર થઈ જાય, એટલે એની ભૂમિકા ઊભી થઈ ગઈ, હવે એને કહેવું જોઈએ કે આ રીતે ધંધો કરવાથી નફો ને આ રીતે ધંધો કરવાથી નફો નહીં. આવું જ પ્રસ્તુતમાં જાણવું. એટલે જેણે ધર્મઆચારોને જીવનમાં સ્થિર કરી દીધા છે, એવા ધાર્મિકજીવોને જ, એમનો ધર્મ ‘યોગ’ રૂપ બને એ માટે માર્ગદર્શન આપવું આવશ્યક બને છે. એટલે જેઓ ધર્મમય જીવન જીવનારા છે, નવા જીવોને ધર્મમાં જોડવા માટે જેવો ઉપદેશ આપવો યોગ્ય હોય તેવો ઉપદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org