SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જેમને આપવો આવશ્યક રહ્યો નથી, ધર્મને યોગમાં રૂપાંતરિત કરવા માટે આવશ્યકતાનુસાર કંઈક કડક શબ્દોમાં કહેવામાં આવે તો પણ જેઓ ધર્મ છોડી દે એવા નથી... આવી બધી ભૂમિકાને નજરમાં રાખીને યોગ અંગેની આ પ્રસ્તુત વાતો છે એ બધા સુજ્ઞોએ નિર્ણય કરીને ગ્રન્થ પ્રવેશ કરવો હિતાવહ છે. આ ભૂમિકા નજર સામે છે માટે જ ગ્રન્થકાર “જો પ્રણિધાનઆશય વગેરે રૂપ ભાવ નથી, તો બધી ધર્મક્રિયા દ્રવ્યક્રિયા છે, સ્વફળ(મુક્તિ સાધક ન હોવાથી તુચ્છ છે. આવું બધું બેધડક કહી શક્યા છે. નહીંતર, આવા આશય વિનાની ધર્મક્રિયા પણ, “દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે- (દુર્ગતિમાં પડવા ન દે) તે ધર્મ આવી ધર્મની વ્યાખ્યામાં, ધર્મનું દુર્ગતિવારણાત્મક જે કાર્ય જણાવ્યું છે, તે તો કરી જ આપતી હોવાથી સ્વફળસાધક પણ છે જ, ને તેથી તુચ્છ પણ નથી જ. ને તેથી જ, જીવોને નવા નવા ધર્મમાં જોડવા હોય, યા જોડાયા હોય તેઓને સ્થિર કરવાનું હોય તો “જો તમારે દુર્ગતિમાં ન જવું હોય તો તમારે ધર્મ જ કરવો જોઈએ. જો તમારે આલોક-પરલોકમાં સુખી થવું હોય તો તમારે ધર્મ જ કરવો જોઈએ.” વગેરે ઉપદેશ અપાય છે, જેમાં પ્રણિધાન આશય વગેરેની કોઈ વાતો હોતી નથી. ઉપદેશ તરંગિણીમાં તો ત્યાં સુધી કહ્યું છે કે “રાજન્! ધર્મ તો સાંભળ્યો હોય, જોયો હોય કે અનુમોદ્યો હોય તો પણ સાત પેઢીને પવિત્ર કરી દે છે....”પ્રણિધાન આશય વગેરેન હોવા છતાં પણ ધર્મને અહીં આટલો બધો પ્રભાવવંતો કહેવો,અને યોગગ્રન્થોમાં એને સાવ તુચ્છ કહેવો....આવો તફાવત પડવાનું એકમાત્ર કારણ શ્રોતાઓની વિભિન્ન ભૂમિકા છે. કશું ન કમાતો હોય એને હજાર રૂપિયાની કમાણી પણ મોટી સિદ્ધિરૂપે કહેવાય... ને લાખો કમાવાની ભૂમિકાવાળાને હજાર રૂપિયાની કમાણી સાવ તુચ્છ કહેવાય.... તો એમાં શું આશ્ચર્ય છે? માટે જેઓ પાપપ્રવૃત્તિથી હટી ધર્મમાં જોડાયા છે - સ્થિર થયેલા છે. તેઓને મોક્ષમાર્ગ પર આગળ વધારવા માટે પ્રસ્તુત ગ્રન્યો છે, એ સ્પષ્ટ છે. એટલે જપ્રત્યકાર શ્રી હરિભસૂરિ મહારાજે યોગદષ્ટિસમુચ્ચયગ્રન્થની બીજી ગાથામાં વાતાનામુવારીય એમ ન કહેતાં યોગિનામુપારી એમ કહ્યું છે. આગળ ૨૦૯મી ગાથામાં પણ યુતપ્રવૃત્તિવાવે તે વાધવારિક વગેરે કહ્યું છે. ૨૨૨માં શ્લોકમાં પણ આવી જ વાત કરી છે. એ જ રીતે યોગ બિન્દુના બીજા શ્લોકમાં યોગશાસ્ત્રના મધ્યસ્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004175
Book TitleHaribhadra Yogbharti
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages346
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy