________________
સ્વોપજ્ઞવૃત્તિ-ભાવાનુવાદ સહિત ગ્રન્થો
(૧) સપ્તભંગીવિંશિકા ઃ- સાત ભંગ શું છે ? ભંગ સાત જ કેમ ? વ્યંજનપર્યાય શું છે ? એના અંગે ભંગ બે જ કેમ ? ભાવો અંગે ‘અનભિલાપ્યતા’ અને તૃતીય ભંગગત ‘અવાચ્યતા...’ આ બન્ને
શબ્દોનો અર્થ એક જ છે કે અલગ-અલગ ? વગેરે વાતો પર તર્કપૂર્ણ અપૂર્વ પ્રકાશ પામવા માટે આ ગ્રન્થનું અધ્યયન અતિજરૂરી છે.
(૨) નિક્ષેપવિંશિકા ઃ- નિક્ષેપ શાના હોય છે ? શબ્દના ? અર્થના ? કે તદન્યના ? ચાર નિક્ષેપાઓની વ્યાપકતા જીવ વગેરેમાં પણ છે જ... કયો નય કયા અને કેટલા નિક્ષેપાઓ માને છે ? ‘દ્રવ્યનિક્ષેપ’ અને ‘દ્રવ્યાર્થિક નય' આ બન્નેમાં રહેલા ‘દ્રવ્ય' શબ્દનો અર્થ અલગ-અલગ છે અને તેથી નૈગમાદિ નયો ભાવનિક્ષેપ માનવા છતાં દ્રવ્યાર્થિક મટી જતાં નથી. આનું સચોટ સમાધાન મેળવવા માટે નિક્ષેપવિંશિકા ગ્રન્થને અવગાહવો જ રહ્યો. (૩) નયવિંશિકા :- સાત નયો અંગે અપૂર્વ પ્રકાશ... નૈગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે... ‘હું’ એટલે શરીર નહીં, આત્મા પણ નહીં, પણ શરીરાનુવિદ્ધ આત્મા... સાત નયના ક્રમમાં હેતુઓ... પૂર્વ-પૂર્વ નયની ઉત્તર-ઉત્તરનયને શિખામણ... ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ, દ્રવ્યાર્થિક નયો ત્રણ તો પર્યાયાર્થિક નય એક જ કેમ ? ‘ક્રિયમાણું કૃત’ નિશ્ચયનયનું વાક્ય છે કે વ્યવહારનયનું ? વગેરે અંગે તર્કપૂર્ણ વિશદબોધ પામવા નયવિંશિકા ગ્રન્થને ભણવાની સહુ કોઈને નમ્ર ભલામણ છે.
Jain Education International
26
For Personal & Private Use Only
www.jainelibrary.org