________________
શ્રી હરિભદ્રસૂરિ મહારાજના યોગવિષયક વિચારોને વિશદ રીતે અને છતાં પૂર્વાપર વિરોધ વિના સ્પષ્ટ કરતું અદ્ભુત વિવેચન જાણવા-માણવા માટે પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. લિખિત આ વિવેચન ભણવું જ રહ્યું. સિદ્ધિનાં સોપાન... પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનું અત્યંત વિશદ- ( વિસ્તૃત વિવેચન... વાચસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧, ભાગ-૨ ન્યાયદર્શનના પાયાના આ ગ્રન્થને બહુ જ સ્પષ્ટ રીતે સમજવા માટે... ન્યાયશૈલિની હથોટી પામવા માટે... પારિભાષિક શબ્દોનો સરળ પરિચય મેળવવા માટે... પૂજ્ય આચાર્ય શ્રી લિખિત વિવેચનની સહાય લેવી ઘણી ઇચ્છનીય છે. સત્પદાદિપ્રરૂપણા - ગતિ, ઇન્દ્રિય, કાય.. વગેરે ૧૪ મૂળ માર્ગણાઓ.. ત્રીજા કર્મગ્રન્થમાં આવતી એની ૬૨ પેટા માર્ગણાઓ... એના કરતાં પણ ઊંડા ઉતરીને કુલ ૧૭૪ માર્ગણાઓનો સત્પદ, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર... વગેરે દ્વારા દ્વારા વિચાર... અનેક ગ્રન્થોના આધારે સંચિત થયેલા પદાર્થસમુદ્રને અવગાહવાનો આનંદ માણવા નમ્ર વિનંતી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org