SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः જ્ઞાનપંચમીનું ચતુર્થ સ્તવન ચન્દ્રગચ્છીય, પૂર્ણિમામતના સ્થાપક ચન્દ્રપ્રભસૂરિજી > ધર્મઘોષસૂરિજી > સમુઘોષસૂરિજીના શિષ્ય મુનિરત્નસૂરિજીએ રચેલું છે. તેઓશ્રીએ અમમસ્વામિચરિત (ર.સં. ૧૨પર) અમ્બડચરિત્ર (ગ્રંથાગ્ર-૧૨૯૦), મુનિસુવ્રતસ્વામિચરિત્ર (ગ્રંથાગ્ર-૬૮૦૬)ની રચના કરી છે. પ્રસ્તુત સ્તવનમાં મદમાવતાર છેદે અને લાવણ્યસભર પદોએ ગેયતા પ્રગટાવી છે. પાંચજ્ઞાન ભેદોને સુંદરગેયતા સાથેની રજૂઆત એ આ સ્તોત્રની વિશિષ્ટતા છે. કવિશ્રી એ દ્વિતીય પદ્યમાં જ્ઞાનનું સરસ મહિમા દર્શન કરાવ્યું છે. ૧૯મા પદ્યમાં-પુસ્તક, પાટી, કલમ, ઠવણી, પોથી, દોરી, મસીભાજન, નવકારવાળી લેખિની વગેરે જ્ઞાનોપગરણની નામ સૂચિ આપી છે. અંતે રાજસન્માન, સૌભાગ્ય, આરોગ્ય, બુદ્ધિ, યશ, રૂપ, ધન, ધાન્ય, દીર્ધાયુ, નર-સુરજન્મ, ભવદુઃખનો નાશ, શિવપદ વગેરે જ્ઞાનારાધનાનું ફળ (પદ્ય-૨૧) દર્શાવ્યું છે. આ ચાર સ્તોત્રોમાંથી પ્રથમ અને તૃતીય સ્તોત્રમાં નેમિનાથ પરમાત્માને બદલે શ્રી મહાવીરસ્વામી પરમાત્માને વંદન કરીને સ્તોત્રારંભ કર્યો છે. તેમ છતાં અહીં જ્ઞાનપંચમીના પ્રાપ્ત સર્વસ્તોત્રો સમાવિષ્ટ કરવાના કારણ ઉપરાંત તે એક જ હસ્તલિખિત પ્રતમાં હોવાના કારણે અહીં સમાવ્યા છે. ૧. આ કૃતિ ૨૦ સર્ગમાં વિભક્ત છે. જેના દસ હજારથી પણ વધુ શ્લોકો છે. પ્રકાશક – પં. મણિવિજય ગ્રંથમાલા – અમદાવાદ, વિ. સં. ૧૯૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy