SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ १२) ज्ञानपञ्चमीस्तवनयुक्तं नेमिनाथस्तवनम् ખરતરગચ્છીય જિનરાજસૂરિજી (સ્વર્ગવાસ-૧૪૬૧)ના શિષ્ય પિપ્પલક શાખા સ્થાપક જિનવર્ધનસૂરિજીના શિષ્ય કીર્તિરાજ ઉપાધ્યાયજીએ પ્રસ્તુત સ્તવનની રચના કરી છે. તેઓશ્રીનો જન્મ વિ.સં. ૧૪૪૯, ચૈત્રા. સુ. ૮ના દિવસે કોરટાગામમાં થયો હતો. શંખલેચાગોત્રીય દેપમલ્લ પિતા અને દેવલદે માતા હતા. શ્રીનેમિનાથ પરમાત્માનું મહાકાવ્ય (૨.સ. ૧૪૯૫) રચનાર આ કવિશ્રીના જીવનમાં પણ નેમિનાથ પ્રભુની જેમ જાન લઈને જતા માર્ગમાંથી પાછા ફરીને દીક્ષા ગ્રહણ કરેલી. તેમને માર્ગમાં થયેલું સેવકનું કરુણ નિધન જોઈને તીવ્ર વૈરાગ્યભાવ પ્રગટેલો. વિ.સં. ૧૪૬૩, અષાઢ વદ-૧૧ના દિવસે જિનવર્ધનસૂરિજીના હાથે તેમની દીક્ષા થઈ હતી. વિ.સં. ૧૪૭૦માં ઉપાધ્યાય પદ અને જિનચંદ્રસૂરિજી (સ્વર્ગવાસ-૧૫૧૪)ના હાથે વિ.સં. ૧૪૯૭માં આચાર્યપદપ્રાપ્તિ થઈ હતી, આચાર્યપદવી પછી તેમનું નામ કીર્તિરત્નસૂરિ થયું હતું. ઉપાધ્યાય કીર્તિરાજજી સંસ્કૃત ભાષાના પ્રોઢ અને પ્રતિભાવંત કવિ હતા. તેમની જેસલમેરના લક્ષ્મણવિહારની પ્રશસ્તિ (ર. સં. ૧૪૭૩) લાલિત્ય પૂર્ણ રચના છે. તેમજ અજિતનાથ જપમાલા ચિત્ર સ્તોત્ર (ર.સં. ૧૪૭૬) શ્લેષમય ચિત્રાલંકારોથી પરિપૂર્ણ પ્રોઢ રચના છે. આ ઉપરાંત તેમના બીજા પણ કેટલાક સ્તોત્રો પ્રાપ્ત થાય છે. અપભ્રંશ પ્રધાન મારુગુર્જર ભાષાના ૧૩ પદોમાં થયેલી આ રચના જ્ઞાનપંચમીના સ્તવનરૂપ છે. જ્ઞાનના પાંચ ભેદને લઈને પાંચના અંકને પકડીને વિવિધ પદાર્થોનું વર્ણન કર્યું છે. અપભ્રંશની પ્રધાનતાને કારણે વસ્તુ તથા ભાસ છંદો અહીં પ્રયોજાયેલા જોવા મળે છે. અહીં અન્ય પદ્યમાં પ્રયોજાયેલ “કીત્તિરાય' પદ કીર્તિરાજ ઉપાધ્યાયની આચાર્યપદ (સં. ૧૪૯૭) પૂર્વેની રચનાનું સૂચન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy