________________
११) श्रुतपञ्चमीस्तवनम् અજ્ઞાતકર્તક ૧૨ પદ્યોના પ્રસ્તુત સ્તોત્રમાં “જ્ઞાન”નું મહિમાગાન મુક્તકંઠે ગવાયું છે. કવિશ્રીએ સુંદર ઉન્મેલાઓને લલિતપદાવલી સાથે સંમિશ્રિત કરી હોવાથી સ્તોત્ર આલ્હાદક બન્યું છે.
- સંસારઘોર દિનેડતિવિસન્દ્રિસિવિષવે વિરમામ્ (પદ્ય-૪) - વવાર્દ વૈધે વધુ પ્રવરત્નસહુર્યમાધુર્ય (પદ્ય-૧૧) આ બે પદ પણ સ્તોત્રના સુંદર અનુપ્રાસને જણાવવા માટે પર્યાપ્ત છે.
જ્ઞાનની સ્તવનાના લયમાં કવિશ્રી દ્વારા જિનવચનને સંસારસાગરથી તારનાર શ્રેષ્ઠ પોત (=વહાણ) (પદ્ય-૨) અક્ષરાલીને સજ્જાંગુલી (પદ્ય૪) પદપદ્ધતિને પ્રદ્યોતનવ્રુતિતતિની (પદ્ય-૫) રૂપકતા સાહજિકતાએ પ્રયોજાઈ છે.
છઠ્ઠા પદ્યમાં કરેલું “મિત્ર' (=મિત્ર તથા સૂર્યના બે કાર્યોનું અલંકૃત વર્ણન ચિત્તાકર્ષક બન્યું છે. જેમાં “તોષા'નો ષ વધુ રસિકતા જન્માવે છે. ૭માં પદ્યની જૈનવચનની “ચારિત્રરાજ નિસ્વાનનાદ'ની ઉન્મેલા પણ તેટલી જ આકર્ષક છે.
રસની દૃષ્ટિએ જોઈએ તો નેમિનાથ પ્રભુને વિનમન કરતા પ્રયોજાયેલ ‘બાવામિત્તરિન્યુમોરસિદ (પદ્ય-૧) વિશેષણ વીરરસની અનુભૂતિ કરાવે છે. સંસારઘોરગહનમાં–તિવિસઈન્દ્રસીવિષા' (પદ્ય-૪) પદમાં ભયની પ્રતીતિ છે. છઠ્ઠા-સાતમાં પદ્યમાં અદ્ભુતતાનુ સંવેદન છે. દશમા પદ્યના અંતિમ ચરણ–“મુક્તિનિમ્પની
વતીડાં નીતા'માં શૃંગારનું નિરૂપણ છે. “વાડ૬ વૈધેયપુર્વઃ' (પદ્ય-૧૧)માં લાચારી દર્શાવતા કવિશ્રી કરુણનું વેદન કરાવે છે. સમગ્ર સ્તોત્રને તો શાંતરસવાહક ગણી જ શકાય છે.
આમ, અહીં જ્ઞાનપંચમી તિથિ આરાધનાનો ઉપદેશ પણ કાવ્યાત્મક રીતે અને સરસતાએ રજૂ થયો છે.
જ્ઞાનપંચમીના સ્તવનના અવસરે પ્રાપ્ત બીજા પાંચ સ્તોત્ર પણ અહીં ક્રમશઃ આપ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org