SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ७) गिरनारविभूषणनेमिजिनस्तवनम् ‘ગિરનારવિભૂષળનેમિવરમ્' એ ચતુર્થપાદની ધ્રુવપંક્તિ રાખીને બાકીના ત્રણ પદોમાં ત્રણ વિશેષણો પ્રયોજીને થયેલી આ રચનાના પ્રથમ પદ્યના ‘વિનમામિ' પદથી અને દ્વિતીય પદ્યના ‘પ્રણમામિ’ પદથી શ્રીનેમિનાથ પરમાત્માને વંદના કરી છે. સુંદર પદલાલિત્યની સાથે સ૨સગેયતા એ પ્રસ્તુત સ્તોત્રની વિશિષ્ટતા છે. અન્ત્યાનુપ્રાસ અને નૃત્યનુપ્રાસ દ્વારા પદાવલી લાવણ્ય સભર બની છે. તો તોટક છંદ દ્વારા ગેયતા જામી છે. કવિશ્રીએ ઉપયુક્ત કરેલા કેટલાક સુંદરવિશેષણો– 'परिवर्जितमारविकारमदम्' ‘भवभीममहोदधितारतरिम्' 'करणद्विपकुम्भकठोरहरिम्' 'तुहिनत्विषिनिर्मलशीलगुणम्' 'पदपङ्कजलीननिधिभ्रमरम्' 'भुवनत्रयपद्मविबोधरविम्' ‘મપર્વતશુવિમપવિમ્’ વગેરે. અત્ર પ્રયુક્ત ત્રીજા પદ્યના પૂર્વાર્ધનું અને પ્રથમ પદ્યના ઉત્તરાર્ધનું સંયોજન કરીને ૧ પદ્ય હંસવિજયજીએ સ્વરચિત ગિરનારમંડણ શ્રીનેમિનાથજીની ૧૦૮ પ્રકારી પૂજા (૨.સં.૧૯૭૬)માં દરેક પૂજાને અંતે સમાવ્યું છે. સ્તોત્રના અન્ય પઘને આધારે કર્તાનામ ‘દેવેન્દ્રસૂરિજી’ હોવાનું અનુમાન થાય છે. પાટણ ભંડારના સૂચિપત્રમાં પણ કર્તાનામ તરીકે ‘દેવેન્દ્રસૂરિ’જીનો ઉલ્લેખ છે. પરંતુ સ્તોત્રની ભાષાનો આધાર લઈને રચનાકાળ શોધીએ તો સ્પષ્ટ અર્વાચીનતા પ્રગટ થઈ આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy