SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ २० • श्रीनेमिनाथस्तोत्रसंग्रहः ગૂંધ્યું છે. શાન્તિનાથપ્રભુના સ્તોત્રમાં પ્રભુની સુવર્ણવર્ણી દેહકાંતિની સ્તુતિ કરી છે. નેમિનાથજનવરના અતિશાયી રૂપનું દર્શન કરાવતા કવિશ્રીએ મુખ્યતાએ પ્રભુના ચરણોની અરુણપ્રભા, તેમજ કર, નયન, કપોલ, વદન વગેરેની સ્તવના કરી છે. પાર્શ્વનાથપરમાત્માના શિરછત્રસ્વરૂપ ફણાની અને મહાવીર૫રમાત્માના વિશિષ્ટ ગુણોની અલંકારસભર ભાવાર્દ્ર પ્રસ્તુતિ કરી છે. આ પાંચેય સ્તોત્રો કાવ્યદૃષ્ટિએ સંપૂર્ણતયા અભ્યસનીય છે. અહીં માત્ર નેમિનાથપરમાત્માના સ્તોત્રની કેટલીક કાવ્યાભિવ્યક્તિનો અંશતઃ પરિચય આપ્યો છે. સહૃદયી વિદ્વજનો આ સ્તોત્રોની વિશિષ્ટતા અને કવિશ્રીની સમર્થ કાવ્યશક્તિનો પરિચય સ્વતઃ અભ્યાસથી મેળવી શકશે. શ્રીનેમિનાથ પરમાત્માનું આ સ્તોત્ર રૂપાતીત સ્વરૂપ પરમાત્માના રૂપસ્થધ્યાનની સિદ્ધિ અર્થે રચાયું છે. (પદ્ય-૧) પ્રથમના ૨થી ૯ પદ્યોમાં પ્રભુનાચરણયની અરુણપ્રભાની ઉદાત્ત ઉત્પ્રેક્ષાઓ ભરી છે. ‘પ્રભુના ચરણોની પ્રભા અરુણ શા માટે છે-જાણો છો ? રાજીમતીના રક્ત હૃદયમાં પ્રતિદિન સંવાસના કારણે, જગત્ઝવોના દ્રોહી મોહને હણવા માટે ઉત્પન્ન થયેલ ક્રોધથી અથવા તો પોતાના સ્વામી (કામદેવ)ના જીવનદાનની યાચના કરવા ચરણે આળોટતી રતિના અંગરાગને કારણે. (પદ્ય-૨)’ પરમાત્માના ચરણને તુણી૨નું મનોરમ રૂપક આપ્યું છે. ‘આગળથી વૃત્ત, પાછળથી પૃથુલ અને અગ્રભાગે મંજુલ પાંચ આંગળીઓથી શોભિત આ ચરણ બીજું કાંઈ નથી પરંતુ ત્રણભુવનના સૌથી મોટા સુભટ પંચબાણ (=કામદેવ)પાસેથી છીનવી લીધેલા શરયુક્ત તુણીર છે.’ (પદ્ય-૪) પદ્ય-પમાં અરુણકાંતિને રતિ-પ્રીતિના કૌસંભવસ્રો તરીકે અને પદ્ય-૬માં દિગ્ગજોએ સંધિ કરવા માટે ધરેલી અલંકૃતિ (=ગંડસ્થલ પર રહેલ સિંદૂર)ના ભેટણારૂપે વર્ણવીને અભિનવ આહ્લાદકતા જન્માવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy