SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीनेमिरूपस्तवः • २१ શ્રી નેમિનાથપ્રભુના ચરણો એ યજ્ઞવેદી છે. જેમાં નીચે રહેલી (ચરણની) અરુણપ્રભા એ દહનજવાળા છે. શ્યામ દેહકાંતિ એ ઊર્ધ્વગામી ધુમ્રપટલ છે. નમ્ર ભવ્યજીવોના દુરંત દુરિતો અહીં હોમાય છે.” (પદ્ય-૭) આમ અહીં થયેલી યજ્ઞવેદીની સુંદર રૂપકાભિવ્યક્તિ આકર્ષક બની છે. ચિંતિત ફળદાનની પ્રભુની કલાથી હારી ગયેલા દશેય કલ્પવૃક્ષો આ ધરતી છોડીને મેરુપર્વત પર ચાલ્યા ગયા. સ્વસ્થાનને પુનઃ પામવા ઇચ્છતા તેઓએ પોતાના પલ્લવોનું પ્રાકૃત પ્રભુના ચરણે ધર્યું છે. એ પલ્લવપ્રાભૂત એટલે પ્રભુચરણની દશ આંગળીઓ.” (પદ્ય-૮). ચરણાંગુલિની સંસ્તવના કર્યા બાદ નખશ્રેણિની સ્તુતિ કરવા સૂર્યને દશ શરીરધારી બનાવ્યો છે.-“જેના ઉછળતા પ્રતાપતેજથી હારી ગયેલા સહસ્રદ્યુતિ (સૂર્ય)ના હૃદયમાં ભક્તિ-અતિશય પ્રગટ થયો. સ્વકૃત્યને જાણનારા એ સૂર્યે દશ દેહ ધારણ કર્યા અને ચરણાંગુલિ-નખના બહાને પ્રભુની ચરણોપાસનામાં લાગી ગયો.” (પદ્ય-૯) પરમાત્માની વક્ષ:સ્થલીને પણ અનેક સાદશ્યો આપ્યા છે. - ૧) શુક્લધ્યાનરૂપી મૃગાધિપને સ્થિરતામાટેની વિશાળ નીલવર્ણી શિલા. ૨) સંખ્યાતીત ગુણશ્રેણિને ક્રીડા કરવા માટેની ચતુષ્ક-અવનિ. ૩) અદર્શનીયના દર્શનરૂપી વારિધિમાં ડૂબતા જગત્યક્ષુઓ માટે દ્વિીપ. (પદ્ય-૧૩) તેવી જ રીતે પ્રભુના કપોલો પણ અનેક ઉપમાઓથી શોભાવ્યા છે. ' 'भुवनदृग्वाहावलीखेलने वाह्यालीयुगलीनिभौ, श्री-वाग्देवतयोः मणीमयवराऽऽदर्शी इव, राग-द्वेषजितो: लसद्ध्यानाह्वयोः वीरयोः स्फुरौ (=फलकौ) રૂવ ' (૫-૨૪) “પરમાત્માના નયનો એ ભવજલ તરવાની નાવ છે અને તેની ઉપર રહેલ ભવાં એ હલેસા છે. આ નયનો શ્રીદેવી અને ભારતીદેવીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy