________________
૬) શ્રમિરૂપતd:
અદ્ભુત ઉત્યેક્ષાઓથી છલોછલ આ સ્તવ પંચતીર્થીસ્તવની અંતર્ગત છે. જેની રચના તપાગચ્છીય સોમસુંદરસૂરિજી (૧૪૩૦૧૪૯૯)ના શિષ્ય જિનકીર્તિસૂરિજીએ કરી છે.
તેઓશ્રીના આચાર્યપદ પૂર્વેના નામો મુનિ જયઉદયજી, સ્થવિર જયવર્મજી અને પં. કીર્તિસુંદરજી હતા. આચાર્યપદવીનું બીજું નામ જિનરત્નસૂરિજી પણ હતું. તેઓશ્રીએ ગ્રંથસર્જનમાં પોતાના ગુરુદેવનો વારસો સુંદર રીતે નિભાવ્યો હતો. બેદરનગરના પાતશાહ શા પૂરણચંદ્ર કોઠારીએ શ્રીગિરનાર મહાતીર્થમાં બનાવેલા જિનાલયમાં પ્રતિષ્ઠા તેઓશ્રીએ કરેલી.
પ્રસ્તુત પંચતીર્થાસ્તવમાં કવિશ્રીએ અદ્ભુત કલ્પનાનો અને કમનીય કાવ્યત્વનો સમન્વય સાધ્યો છે. શ્રી આદિનાથપરમાત્માનું સ્તોત્ર પરમાત્માના અંશપ્રદેશ પર વિરાજમાન કેશકલાપની સંસ્તવનાધારા
૧. તેઓ શ્રી યુગપ્રધાન મહાપ્રભાવક આચાર્ય હોવા ઉપરાંત સમર્થ સાહિત્યસર્જક પણ હતા. તેઓ ગુજરાતી ભાષાના ગદ્યગ્રંથોના આદ્ય પુરસ્કર્તા હતા. રાણકપૂર, મક્ષીજી આદિ અનેક તીર્થોની પ્રતિષ્ઠા તેઓશ્રીએ કરેલી છે. તેમણે જગતને અનેક જ્યોતિર્ધરોની ભેટ આપી છે. સં. ૧૪પ૬ થી ૧૫૦૦ સુધીનો કાળ “સોમસુંદરયુગ” કહેવાય છે. તેમની ગ્રંથરચના અને જીવનકવન માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ-૩/૧૫૧ થી ૧૫૫. .
૨. આ દેવેન્દ્રસૂરિજી કૃત વન્દારુવૃત્તિ'નો બાલાવબોધ તથા તેની અવચૂરિ (૨.સં. ૧૫૧૧), ઉત્તમકુમારચરિત્ર, શ્રીપાલ-ગોપાલ કથા, ચમ્પકશ્રેષ્ઠીકથા, ધન્યકુમારચરિત્ર (ગદ્ય, ૨.સ. ૧૪૯૭), દાનકલ્પદ્રુમ, શ્રાદ્ધગુણસંગ્રહ (ર.સં. ૧૪૯૮), નવકાર સ્તવન (પ્રાકૃત, ગાથા-૩૨) અને તેની વૃત્તિ, પ્રસ્તુત પંચતીર્થીસ્તવ, જ્ઞાનપંચમી સ્તોત્ર વગેરે ગ્રંથોનું સર્જન જિનકીર્તિસૂરિજીના હાથે થયું છે.
૩. આદિનાથ પરમાત્માના અંશ પ્રદેશ પર શોભિત કેશકલાપની સ્તવના રૂપ ‘ચિયુદ્ધત્રિશિકા' નામની કૃતિ મધુસૂદનભાઈ ઢાંકી દ્વારા તથા કેશવલ્લરી સંબંધ બે કૃતિ અમૃતભાઈ પટેલ દ્વારા નિગ્રંથ ભા.-૨માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org