________________
नेमिनाथचरित्रम् • २०५ તેમના પર જીરાવલ્લા પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક પ્રસન્ન હતા. તથા ગ્યાસુદ્દીન મહારાજાની સભામાં તેઓશ્રીએ વાદમાં વિજય મેળવ્યો હતો.
પ્રસ્તુત ટીકામાં ઠેર-ઠેર આગમિક પદ્યો સાક્ષીપાઠ તરીકે ગ્રહણ કરેલા છે. જે રચનાકારશ્રીના આગમિક ઊંડા અભ્યાસના પ્રતીકસ્વરૂપ છે. ટીકામાં અવસર-અવસરે વિષય વસ્તુ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. જેમકે–પરમાત્માના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, સપ્તભંગી, સિદ્ધના ૩૧ ગુણો વગેરે, પ્રત્યેક ચરિત્રમાં પરમાત્માના શાસન દેવદેવીનું વર્ણન આવરી લીધું છે. પાંચેય ચરિત્ર અને તેની ટીકામાં ભાષા સરળ અને સમાન રહી છે. પરંતુ, મહાવીરસ્વામિચરિત્રનું પ્રથમ પદ્ય માલિનીમાં છે અને તેની ટીકા પણ ખંડાન્વય-દંડાન્વય પદ્ધતિને અનુસાર આપેલી છે.
મહાવીરસ્વામિના ર૭ ભવવર્ણનમાં વિશ્વભૂતિ તરીકેના ભવની બાબતમાં અમુક ઉલ્લેખો પ્રચલિત વર્ણનથી વિશેષ કર્યા છે. રાજા કપટ કરીને યુદ્ધની ભેરી વગાડે છે ત્યારે તે પહેલા રાજ્યસભામાં તેનું કારણ દર્શાવતાં કહે છે કે–પુરુષસિંહ રાજા આજ્ઞામાન્ય હોવા છતાં હવે આજ્ઞા માનતા નથી આથી તેમની સાથે યુદ્ધ કરવા જઉં છું.” વિશ્વભૂતિ મુનિના ગુરુનું નામ “સ્વયંભૂતિ આપ્યું છે. સામાન્યતઃ “સંભૂતિ’ નામની પ્રસિદ્ધિ છે. માસક્ષમણને પારણે વિશ્વભૂતિમુનિ ગાયની ઠોકર લાગતા પડી જાય છે. ત્યારે વિશાખાનંદીને બદલે તેના સેવકો મુનિની હાંસી કરે છે. મુનિ ક્રોધમાં આવીને તે સેવકોના સ્વામીને ભવાંતરમાં મારવાના બળનું નિયાણું કરે છે.
ટીકાકારે આ ર૭ ભવના વર્ણનને અંતે ર૭ ભવની ગણતરીના મતાંતરો પણ ટાંકેલા છે.
ટીકાને અંતે આપેલી પ્રશસ્તિ ટીકાકારની નિરભિમાનતા અને નમ્રતા દર્શાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org