________________
५४) नेमिनाथचरित्रम्
પ્રસ્તુત ચરિત્ર જિનવલ્લભસૂરિજી કૃત પંચજિનચરિત્ર અંતર્ગત છે. પ્રાકૃતભાષામાં નિબદ્ધ ગાથાઓ દ્વારા આ ચરિત્રોમાં પરમાત્માના જીવનની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. આ
જિનવલ્લભસૂરિજી સમર્થ રચનાકાર હતા. પ્રથમ તે ઓ આસિફાર્ગનિવાસી જિનચંદ્ર નામના ચૈત્યવાસી અધ્યક્ષના શિષ્ય બન્યા. વ્યાકરણ, કાવ્ય, ન્યાયાદિ અભ્યાસ કરાવી ગુરુએ તેમને વાચનાચાર્ય પદ અર્પણ કર્યું, પાટણમાં અભયદેવસૂરિજી પાસે આગમોના અભ્યાસાર્થે મોકલ્યા. આગમોના અભ્યાસથી સન્માર્ગનું જ્ઞાન થતાં ગુરુની આજ્ઞા પૂર્વક વડગચ્છની સંવેગીશાખાના જિનેશ્વરસૂરિજીના શિષ્ય થયા. ત્યારબાદ તેમણે ચૈત્યવાસીઓ સામે મોટી ઝુંબેશ ઉપાડી હતી. માળવાના રાજા નરવર્મને પણ તેમણે પ્રતિબોધિત કર્યો હતો. તેમની આચાર્યપદવી સં. ૧૧૬૭માં થઈ. આમ તો તેઓ સંઘમાં માન્ય વિદ્વાન હતા પરંતુ. છ કલ્યાણકની પ્રરૂપણા કરવા દ્વારા તેઓએ માન ગુમાવ્યું. સાથે તેઓ સ્વતંત્ર ગચ્છના પ્રતિષ્ઠાપક બન્યા. તેમની શિષ્ય પરંપરામાંથી મધુકરગચ્છ, ખરતરગચ્છ અને રુદ્રપલ્લીયગચ્છો ઉદ્ભવ્યા. (તેમની વિશેષ માહિતી અને રચના માટે જુઓ–જૈન પરંપરાનો ઇતિહાસ ૨-૩૪૦ થી ૩૪૪)
પ્રસ્તુત પંચજિન ચરિત્ર પર ખરતરગચ્છીય જિનભદ્રસૂરિજી (૧૪૫૦-૧૫૧૪) > મહોપાધ્યાય સિદ્ધાન્તરુચિજીના શિષ્ય સાધુસોમગણિએ “અર્થપ્રબોધિની વૃત્તિ વિ.સં. ૧૫૧૯ના વર્ષે રચી છે. સાધુસમગણિજીની અન્ય રચના ચંદ્રપ્રભચરિત્ર, પુષ્પમાલાપ્રકરણવૃત્તિ (૨.સં.–૧૫૧૨), મહાવીરચરિયવૃત્તિ (ર.સં. ૧૫૧૯), નંદીશ્વર સ્તવનવૃત્તિ વગેરે છે.
પ્રસ્તુત પંચજિનચરિત્ર-ટીકાને અંતે આપેલી પ્રશસ્તિ પરથી ટીકાકારના ગુરુ સિદ્ધાંતરુચિજીનો પરિચય પ્રાપ્ત થાય છે. તેઓ મહોપાધ્યાય હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org