________________
५३) नेमिजिनस्तुतिः
સરળ સંસ્કૃતભાષામાં ૯ પદ્યમાં રચાયેલી આ સ્તુતિના કર્તા ચતુર્ભુજ નામના ગૃહસ્થ કવિ છે. શ્રીનેમિનાથપ્રભુની સ્તવનામાં વિશેષણપદ્ધતિને અનુસર્યા છે. પરંતુ, સમમાત્ર છંદનું નિયોજન અભિનવ છે.
આ સ્તુતિ ૫૨ વિ. સં. ૧૯૨૩ કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે બાલુચર નગરમાં અમૃતચંદ્રસૂરિજીના સાનિધ્યમાં રહીને રામચંદ્રઋષિએ ‘પ્રકાશ’ નામની ટીકા રચી છે. જે પ્રસ્તુત સ્તુતિના ભાવ સુધી પહોંચવા માટે સુગમ સેતુસ્વરૂપ બની છે. ટીકાન્તે પ્રયુક્ત ‘નૃપાતુવિપશ્ચિદ્ધિ: સંશોધ્યુમ્મેતત્' પદ કર્તાની નમ્રતાનું ઘોતક છે. ૬ઠ્ઠા પદ્યની ટીકામાં રામચંદ્રઋષિએ ટાંક્યું છે કે ‘આ પદ અશુદ્ધતર છે, યથાકથંચિત્ તેનું સમર્થન કર્યું છે.’ આ ઉલ્લેખ પરથી એવું અનુમાન થાય છે કે સ્તુતિ કર્તા ચતુર્ભુજ રામચન્દ્રર્ષિ કરતા ઘણા પૂર્વવર્તી હોવા જોઈએ, જો કે કર્તાએ ‘યા મમ બુદ્ધ: માન્યરૂપોષળ સમ્યક્ અર્થ: 7 વાસિત:' કહીને સ્વનમ્રતા દર્શાવી છે. ટીકામાં રૂપસિદ્ધિ માટે પાણિનીયના સૂત્રો ટાંકવામાં આવ્યા છે.
આ સ્તુતિની વિશેષતા એ છે કે ગૃહસ્થની રચના પર શ્રમણભગવંતે ટીકા રચેલી છે.
जय जय यादववंशावतंसजगत्पते ! समुद्रविजयनरराजशिवासुतसन्मते ! । जय जय जनताजननजलधितारणतरे !, सावभावयोगीन्द्रसहोलवजितहरे ! ॥१॥ [ सममात्रम् ]
नमोऽस्तु व्याप्तिरूपाय, व्यक्तिरूपाय ते नमः । नमोऽस्तु स्फोटरूपाय, सिद्धरूपाय ते नमः ॥१॥ अथ प्रकृतिमनुसरामः || जय जय यादववंशेति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org