________________
४४) नेमिजिनस्तोत्रम् ४५) नेमिजिनस्तवनम् ४६) नेमिजिनस्तवनम्
આ ત્રણેય સ્તોત્રો અનેક ભાષામાં રચાયા છે. જેમાંથી પ્રથમ સ્તોત્ર સંસ્કૃત-પ્રાકૃત તથા શૌરસેની ભાષામાં રચાયું છે. દ્વિતીય સ્તોત્ર એ ત્રણ ઉપરાંત માગધી, ચૂલિકાપૈશાચી તથા અપભ્રંશ એ ત્રણ ઉમેરીને છ ભાષામાં રચાયું છે અને આ છ ભાષામાં પૈશાચી અને સમસંસ્કૃત એમ બે ઉમેરીને અષ્ટભાષામાં ત્રીજું સ્તોત્ર રચાયું છે. જો કે દ્વિતીય સ્તોત્રમાં પણ સમસંસ્કૃતનો પ્રયોગ છે પરંતુ તેને ગણતરીમાં જુદું ગયું નથી જયારે તૃતીય સ્તોત્રમાં તેનો જુદો ઉલ્લેખ કર્યો છે. આ તૃતીય સ્તોત્રમાં અન્ય બે પદ્યોમાં ક્રમશઃ આઠેઆઠ ભાષાની પદાવલીઓ યોજી છે. ત્રણેય સ્તોત્રમાં ભાવાર્દ્રતા અને મધુરતા પણ રહેલી છે.
પ્રથમ સ્તોત્રાના કર્તા રત્નપ્રભસૂરિજી છે. દ્વિતીય સ્તોત્ર પદ્મસુંદરજીએ રચ્યું છે. તૃતીય સ્તોત્રના કર્તા વિજયદિન્નસૂરિજી છે. ત્રણેય રચનાકાર સંબંધી અન્ય કોઈ માહિતી પ્રાપ્ત નથી. જો કે રત્નપ્રભસૂરિજી અને પદ્મસુંદરજી નામક અનેક સૂરીશ્વરો કે મુનિપુંગવો થઈ ગયા છે. પરંતુ પ્રસ્તુત રચનાકાર તરીકે તેમાંથી કયા ગણવા તેનો નિર્ણય થઈ શકે તેમ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org