________________
४२) नेमिनाथस्तवनम् સરળ સંસ્કૃતભાષાબદ્ધ આ સ્તવનમાં પણ પૂર્વોક્ત સ્તોત્રની જેમ વિશિષ્ટ છંદોભાવન રહેલું છે. પ્રાયઃ અપભ્રંશ અને ગુર્જરભાષામાં પ્રયોજાતા રાસ, અઢીયા, ત્રિપદી, હરિગીત વગેરે માત્રામેળ છંદો અહીં સંસ્કૃતભાષામાં પ્રયોજ્યા છે, સંસ્કૃતમાં આવો પ્રયોગ અભિનવપ્રાયઃ છે.
સરળ યમકનો પ્રયોગ અને પદલવણિમા એ સ્તવનને આકર્ષક બનાવ્યું છે. તો સાથે, કવિશ્રીએ કેટલીક ભાષાકીય શિથિલતાઓનો સ્વીકાર કર્યો છે.
આ સ્તોત્રના કર્તા તરીકે પ્રતની પુષ્પિકામાં ‘સમર્ષણશિષ્યા, ત' એવો ઉલ્લેખ છે. જયારે સ્તવનાને કર્તા તરીકે વિજયદાનસૂરિના શિષ્ય “અમરહર્ષજી'નો ઉલ્લેખ છે. આનંદવિમલસૂરિજીના શિષ્ય વિજયદાનસૂરિજી (૧૫૫૩-૧૬૨૨)ને દીક્ષા દાનહર્ષજીએ આપેલી હતી. તેમનું દીક્ષા નામ ઉદયધર્મ હતું ઉદયધર્મજીને આચાર્યપદવી સમયે દાનહર્ષજીનું નામ રહે તે માટે “વિજયદાનસૂરિ' નામકરણ કરવામાં આવ્યું હતું. બની શકે કે દાનહર્ષજીનું નામ રાખવા પોતાના શિષ્યનું નામ અમરહર્ષ રાખ્યું હોય. આથી અમરહર્ષજીનો સમય ૧૭ સદીનાં પૂર્વાદ્ધ સુધી ગણી શકાય છે. પુષ્યિકાના ઉલ્લેખને પ્રતલેખન સંબંધી ગણિએ કે કૃતિરચના સંબંધી ગણીએ પરંતુ કૃતિનો રચના સમય ૧૭મી સદીનો પૂર્વાદ્ધ નક્કી થાય છે. જોકે હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણના હસ્તપ્રત સૂચિપત્રમાં કર્તા નામ “અમરહર્ષગણિ” જ આપ્યું છે.
विमलकीर्तिवधूकुलमन्दिरं, हृदयनिश्चलताजितमन्दरम् ।
वरयशोहरिवंशविभूषणं, नमत नेमिजिनं गतदूषणम् ।।१।। [द्रुतवि०] રીત:
श्रीयादवकुलकमलविरोचन !, विषयमहीरुहदाहविरोचन ! । लोचनसुखकरशरीर तु जय, जय लोचनसुखकरशरीर ॥२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org