________________
४१) विविधछन्दोनामगर्भ नेमिजिनस्तोत्रम् .. અજ્ઞાતકર્તક ૨૮ પદ્યમય આ સ્તોત્ર પ્રૌઢ સંસ્કૃત ભાષામાં રચાયું છે. સ્તોત્રના નામ પરથી જ તેની વિશિષ્ટતા પ્રગટ થાય છે. કુટિલ (૧૪ અક્ષરમય) છંદથી શરૂ કરીને વેગવતી (૨૬ અક્ષરમય) છંદ સુધીના વિવિધ છંદોનામને પદ્યની અંદર જ ગૂંથી લીધા છે. કયારેક એક છંદના અનેક નામો પ્રચલિત હોય તો તે છંદના બેકે વધુ નામો પણ પદ્યમાં ગૂંથ્યા છે. (જુઓ-પદ્ય-૩) માત્ર યતિભેદે છંદોનામ બદલાતા હોય તો તેવા છંદોના ૪ જેટલા નામ પણ એક પદ્યમાં સમાવ્યા છે. (જુઓ-પદ્ય૧૦) પદ્ય-૨૧ પછી તો ચરણદીઠ સમાનાક્ષરીય કે અસમાનાક્ષરીય પણ વિવિધ છંદો અને તેના નામો કવિશ્રીએ પ્રયોજ્યા છે. આમ આ કૃતિ વિશિષ્ટ છંદોનન્દન જન્માવે છે. છંદરસિકો માટે આ એક અભ્યસનીય કૃતિ બની રહી છે.
અહીં છંદની સાથે અલંકારો અને ભાવોની અભિવ્યક્તિ પણ સુચારુ થઈ છે. કેટલાક ઉદાહરણ જોઈએ
કવિશ્રી પ્રભુની વિરાગતાને અભિનવ ગણે છે. તે ગણવા પાછળની ઉત્યેક્ષા છે કે “કૃતિ-મતિ-કીર્તિ-નિવૃત્તિ વગેરે વધૂઓને એક સાથે પરણવા માટે (તેઓની) રજ જેવી રાજીમતીનો પ્રભુએ ત્યાગ કર્યો.” (પદ્ય-૪) અહીં ‘વિમો ! તેવ વિરતા મનવા !' દ્વારા વ્યાજસ્તુતિના આશ્રયે પ્રભુ સંસ્તવના થઈ છે.
| વિરોધાભાસ, શ્લેષ, વ્યાજસ્તુતિ વગેરે અલંકારોનું સંમિશ્રણ એક જ પદ્યમાં કર્યું છે–
'प्रभो ! मध्यस्थोऽपि क्षिपसि बहूधा कर्मयोगानभव्यानां सिद्धिं जनयसि न मैत्रीं श्रितोऽपि । तथा कन्यात्यागेप्यनुभवसि यत्प्रोच्यभावं, बुधत्वं तन्नव्यं तव शिव ! जयाऽऽनन्ददायिन् !' ॥१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org