________________
३९) श्रीनेमिसमस्यास्तोत्रम् ४०) महाकाव्यसप्तकपादपूर्तिरुपा नेमिनाथस्तुतिः
આ બન્ને સ્તોત્રો પાદપૂર્તિરૂપ છે. પાદપૂર્તિ એક સુંદર કાવ્યપ્રકાર છે. જેનો વિકાસ જૈનકવિઓએ ખૂબ કર્યો છે. અજૈન સાહિત્યમાં આ પ્રકાર ખૂબ અલ્પ પ્રચલિત કે અપ્રચલિતપ્રાય છે. પાદપૂર્તિ એ વિશિષ્ટ પ્રતિભા, અસાધારણ કવિત્વશક્તિ, ભાષાપ્રભુત્વ અને નવીન અર્થોભાવનશક્તિ વગેરેના સુયોગે રચાય છે. અન્યકર્તાની પદાવલિઓને પોતાના ભાવ, અર્થ અને અનુપ્રાસાદિ સાથે સુમેળ કરીને ગોઠવવું એક કપરું કાર્ય છે. આ દિશાનું સૌથી પ્રાચીન પગલું દગંબરીય જિનસેનાચાર્ય (પ્રથમ, –૯મી સદી) વિરચિત પાર્વાક્યુદય કાવ્ય છે. જે મેઘદૂતની પાદપૂર્તિરૂપ છે. અજૈનોના પ્રસિદ્ધ મહાકાવ્યો તેમજ જૈનકૃતિઓમાં પ્રસિદ્ધ સ્તુતિસ્તોત્રો પરનું પાદપૂર્તિ સાહિત્ય ૧૫થી ૧૭મી સદીમાં ખૂબ રચાયું છે.
અહીં પાદપૂર્તિ કાવ્યની પ્રસ્તુત બે કૃતિઓમાંથી પ્રથમ કૃતિ જ્ઞાનપંચમી પર્વની ‘શ્રીનેમિ'થી શરૂ થતી પ્રસિદ્ધ સ્તુતિની પાદપૂર્તિરૂપ છે. અહીં પ્રૌઢભાષામાં ઉક્ત સ્તુતિના સર્વ (=૧૬) ચરણોની પાદપૂર્તિ કરી ૧૮ પદ્યનું સ્તોત્ર બનાવ્યું છે. .
આ સ્તોત્રની રચના વિ.સં. ૧૭૩૭ ફાગણ વદ-૯, શુક્રવાના દિવસે થઈ છે. જેના કર્તા રામચંદ્ર ગણિ છે. તેઓ તપાગચ્છીય વિજયપ્રભસૂરિજી (૧૬૭૭-૧૭૪૯) > મુક્તિચંદ્રજી > ઉપાધ્યાય ભીમચંદ્રજીના શિષ્ય છે.
પ્રસ્તુત કૃતિની વિશેષતા એ છે કે કવિશ્રીએ પ્રશસ્તિના બે પદ્યો શાર્દૂલ, છંદને બદલે સ્ત્રગ્ધરા છંદમાં પણ આપ્યા છે. અર્થાત્ ૧૭ અને ૧૮ એ પદ્ય બે વાર આપ્યા છે. તથા પ્રતિલેખક પણ કવિવર પોતે જ છે.
દ્વિતીય પાદપૂર્તિ સ્તોત્ર પ્રસિદ્ધ-૭ મહાકાવ્યો-મેઘદૂત, રઘુવંશ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org