________________
३४) नेमिनमस्कारस्तोत्रम्
પંચજિન નમસ્કાર અંતર્ગત આ સ્તોત્ર નાનું હોવા છતાં સુચારુ ભાવાભિવ્યક્તિથી યુક્ત છે.
પ્રભુના દર્શનની પ્રાપ્તિને સુંદર ત્રણ ઉપમાઓ પ્રથમ શ્લોકમાં આપી છે. દ્વિતીય પદ્યમાં પ્રભુના સૌભાગ્ય વગેરેની અસીમતા દર્શાવી છે. અન્ય પદ્યના ભાવમાં કવિ સ્વને ધન્યાતિધન્ય માને છે.'
બાકીના જિન ચતુષ્કના સ્તોત્રો પણ માત્ર ૫-૫ પદ્યમાં હોવા છતાં ભાવાર્દ્ર છે. તેમાં—
•> આદિનાથ નમસ્કાર સ્તોત્રમાં–પ્રભુના દર્શનથી મનોરથ પૂર્તિની તથા જન્માદિ સાફલ્યની અભિવ્યક્તિ છે. (પદ્ય-૧-૨), ત્રીજા પદ્યમાં પ્રાતઃકાલે કરેલા પ્રભુ નમસ્કાર દ્વારા મોહરાજા પર વિજય સરળ બની જવાનું વર્ણવ્યું છે.
•> શાંતિનાથ નમસ્કારમાં તૃતીયપદ્યમાં પ્રભુપદ કમલમાં શ્રીનો વાસ દર્શાવ્યો છે. તે શ્રીને ‘મુવનાનત્વવિધાત્રી' વિશેષણ આપીને શ્રીનું સાફલ્ય પ્રભુ ચરણોમાં દર્શાવ્યું છે. શાંતિનાથ પ્રભુને ૫૨મદાની, પરમજ્ઞાની, પરમમુનિ, પરમસ્વામી, પરમ ગુરુ, પરમદેવ વર્ણવ્યા છે. (પદ્ય-૪, ૫)
•> ‘મિનવમસ્કૃત્તમાત્તારĪ'ના સુંદર વિશેષણથી આરંભિત પાર્શ્વનાથ નમસ્કાર સ્તોત્રમાં પ્રભુનામના જાપનો પ્રભાવ (પદ્ય-૨) વર્ણવ્યા બાદ પ્રભુના શાસન પાસે વિવેકતેજની યાચના કરે છે. અન્યત્ર જ્ઞાનને તેજનું રૂપક અપાયું હોય છે. અહીં જ્ઞાનના ફળ સ્વરૂપ વિવેકને તેજનું રૂપક આપ્યું છે. પદ્ય ૪થું ભાવાર્દ એટલા માટે છે કે પરમેશ્વરના દર્શન કરનાર પોતે પોતાના અવયવોને કહે છે. કે ચરણો ! તમે ઉતાવળ કરો, હે જિલ્લા ! તું સ્તોત્ર કર, હે મસ્તક ! તું નમન કર, હે દૃષ્ટિ ! તું હર્ષાશ્રુઓ વહાવ, કારણ કે પરમેશ્વર તમારી સન્મુખ છે.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org