________________
१०
પિસ્તાલીસમાં - શ્રીનેમિનાથસ્તવનમાં સ્તોત્રની રચના કમલબંધમય કરી છે.
♦ છેતાલીસ અને સુડતાલીસ આ બે સ્તોત્રમાં યમકાલંકારની પ્રકૃષ્ટ ગૂંથણી છે.
અડતાલીસમાં પંચવર્ગપરિહારશ્રીનેમિનાથસ્તવ - આ સ્તોત્રમાં કર્તાએ વર્ગીય ૨૫ વ્યંજનનો ઉપયોગ કર્યા વગર માત્ર ય-૨-લ-વ-શ-ષસ-હ આ આઠ વ્યંજનનો ઉપયોગ કરી શ્રી નેમિનાથપરમાત્માની સ્તવના કરી છે. તેમાં પણ ૧૮ છંદોનું નિયોજન કર્યું છે, જે કર્તાની અસામાન્ય વિદ્વત્તા સૂચવે છે.
• ઓગણપચાસમું - નૈમિજિનસ્તુતિ - આ સ્તોત્રની રચના એક ગૃહસ્થ કવિએ કરી છે. જેના ઉપર શ્રીરામચન્દ્રઋષિએ ટીકા રચી છે. ગૃહસ્થની રચના ઉપર એક સાધુ ટીકા લખે એના ઉપરથી સ્તોત્રની મહત્તા સમજાય છે.
જૈનાચાર્યો અને મુનિભગવંતોમાં કાવ્યકલા-છંદ-અલંકારોનું પણ પણ કેટલું અગાઢ જ્ઞાન હતું તેમજ તેમના વિદ્વત્તા સભર વ્યક્તિત્વની ઓળખાણ આ સ્તોત્રોના અભ્યાસ ઉપરથી થાય છે. ઉપકારસ્મરણ :
• વૈરાગ્યદક્ષ પ.પૂ.આ.હેમચન્દ્રસૂરીશ્વરજીમ.સા., પ.પૂ.જંબુવિજયજીમ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજીમ.સા. તથા પ.પૂ.સોમચન્દ્રસૂરીશ્વરજીમ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી સુયશસુજસચન્દ્રવિજયજીમ.સા. સ્તોત્રોની હસ્તપ્રતો મોકલી આપી..
પંડિતવર્ય શ્રી અમૃતભાઈ પટેલે સ્તોત્રો જોઈ આપ્યા.... • શ્રાવકવર્ય શ્રી બાબુભાઈ સરેમલ શાહ (બેડા-અમદાવાદ) તથા જયશ્રીબેનમહેશભાઈ શાહ (સુરેન્દ્રનગર) જેમણે સ્તોત્રોની હસ્તપ્રતકોપીઓ મેળવી આપી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org