SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આ સર્વના આત્મીય સહયોગથી આ કપરું કાર્ય શક્ય બન્યું છે. ઉપરાંત • આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબા શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ (શ્રીયુત જિતેન્દ્રભાઈ) • શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર - પાટણ • શ્રી ચતુરવિજયજી જ્ઞાનભંડાર - લિંબડી • શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ જ્ઞાનમંદિર - સુરત આ સર્વ જ્ઞાનભંડારોએ ઉદારતાપૂર્વક હસ્તપ્રતોની કોપીઓ આપી આ સ્તોત્રસંગ્રહને સાકાર બનાવ્યું તેઓની હાર્દિક અનુમોદના. સ્તોત્રસંગ્રહના સંપાદન અને પ્રકાશનકાર્યમાં અથથી ઇતિ સુધી સહયોગી બનનાર શિષ્ય પરિવાર સ્મૃતિપથ ઉપર ન આવે એ કેમ બને ? અહીં અમે યથામતિ સંશોધનનો પ્રયત્ન કર્યો છે. જેમાં અન્યપ્રતોના અભાવથી, અમારા પ્રમાદદોષથી કે ક્ષયોપશમની અલ્પલતાના કારણે રહી ગયેલ સ્કૂલનાની વિદ્યારસિક વિદ્વજ્જનો સહૃદયભાવે અમને જાણ કરવા કૃપા કરે. આ સ્તોત્રોના વાંચન-પઠન-મનન દ્વારા સ્વને અને સર્વને વિમલબોધની પ્રાપ્તિ થાય, પ્રભુભક્તિના આલંબને સમાપત્તિયોગની સિદ્ધિ થાય એ જ અમારા પરિશ્રમની સફળતા રહેશે. ધોલેરા તીર્થ - ફાગણ સુદ-૨ ગણિ શ્રી તીર્થભદ્રવિજય ૨૦૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy