SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ • અગ્યારમાં - જ્ઞાનપશ્ચમીસ્તવનયુક્તમ્ નેમિનાથસ્તવનમ્ - આ સ્તોત્રમાં કર્તાએ જ્ઞાનના પાંચ ભેદના પાંચના અંકને પકડી વિવિધ પદાર્થોનું વર્ણન કર્યું છે. સોલમાં - નેમિનાથજન્માભિષેકસ્તોત્રમાં કર્તાએ ચતુર્વિધસંઘનું ટૂંકુ વર્ણન કર્યું છે. ૭ ઓગણીસમાં - ઉજ્જયન્તાચલમણ્ડનનેમિજિનદ્વાત્રિંશિકા - આ સ્તોત્રમાં કર્તાએ અદ્ભુત ઉત્પ્રેક્ષાઓ દ્વારા પ્રભુ પ્રત્યે પોતાના હૃદયગત ભાવોની અભિવ્યક્તિ કરી છે. તેમજ પ્રભુના ધ્યાનથી પ્રાપ્ત થતા આનંદની ઉત્કૃષ્ટ ગરિમા દર્શાવી છે. ♦ બાવીસમાં - નેમિનાથશતકસ્તોત્રમાં શૃંગા૨૨સની પ્રધાનતા હોવા છતાં વિયોગજન્ય વિલાપો દ્વારા કરુણરસનું નિરૂપણ કરી તેની સમાપ્તિ કરવામાં આવી છે. પ્રસ્તુત શતકમાં શાર્દુલ - સ્રગ્ધરાચિત્રમાલા-પ્રહર્ષિણી-દ્રુતવિલમ્બિત-પુષ્પિતાગ્રા-મન્દાક્રાન્તા-વસન્તતિલકા અને ઉપજાતિ જેવા અનેક છંદો પ્રયોજેલા છે. • અઠ્યાવીસમાં - રૈવતગિરિમણ્ડનનેમિનમસ્કારસ્તોત્રમાં (રચના સં. ૧૩૮૯) નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક સ્થળ વિશે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. - પાંત્રીસમાં – ક્રિયાગુપ્તનેમિજિનસ્તોત્રમાં ક્રિયાપદ ગુપ્ત રાખેલ છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી દ્વારા વિરચિત વીતરાગસ્તોત્રની સાથે આ સ્તોત્ર સાદશતા ધરાવે છે. • છત્રીસ અને સાડત્રીસમાં બે સ્તોત્ર પાદપૂર્તિસ્વરૂપ છે. પાદપૂર્તિ એક સુંદર કાવ્ય પ્રકાર છે. - • આડત્રીસમાં – વિવિધ છન્દોનામગર્ભનેમિજિનસ્તોત્રમાં કર્તાએ વિશિષ્ટ વિવિધ છંદોની રચના સાથે અલંકારની આકર્ષક ગૂંથણી કરેલી છે. છંદના અભ્યાસીવર્ગ માટે ઉપયોગી બને તેમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy