________________
१०६ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः (૯૪) પૌરાણિક માન્યતાઓની અને “અમૃતસૂ’ વગેરે નામોની સંયુક્તિ પૂર્વક કરેલી ઉ—ક્ષા પ્રસંગને વધુ ઉઠાવ આપે છે.
રાજીમતી સખીને કહે છે કે “આ(ચંદ્ર)ને હવે હિમકર ન કહો હિંસિતની હિંસા કરનાર તેને ખરકર (=ઉગ્રકિરણ) કહો.” ત્યારબાદ ફરી ચંદ્રને પણ કહે છે– તું શા માટે બહુ પાપોનો સંચય કરે છે? શું તું પણ મારા વલ્લભ સાથે ભળી ગયો છે” (૯૫)
રાજુલ નેમિનાથ પ્રભુને વિનવે છે કે “નાથ ! તું સર્વવેદી છે, તો મારા ચિત્તને કેમ નથી જાણતો ?' (૧૦૧)
આ મેઘે ખૂબ જલવર્ષા વર્ષાવીને સમગ્ર જગતને આદ્રતર કરી દીધું છે. પરંતુ, તું મારા પ્રિયતમનું મન તણખલાના ત્રીજા ભાગ જેટલું પણ આર્ટ્સ કરી શક્યો નથી.” (૧૦૩).
“અવિધવા એવી મને તું હોવા છતાં લોકો વિધવા કહે છે.” (૧૦૮) અહીં સમાસના બળે અવિધવા અને વિધવામાં વિરોધાભાસ સર્જાયો છે.
જે પવન પ્રાણપ્રિયને સ્પર્શીને રૈવતાચલ પરથી આવે છે તે પવને પણ સુમુગ્ધ રાજીમતી આશ્લેષ આપે છે. (૧૧૩)
આમ, અહીં વિયોગજન્ય વિલાપો દ્વારા કરુણરસનું નિરૂપણ પણ અલંકારસભર કરવામાં આવ્યું છે.
અંતે ભપથાભિલાષિણી રાજીમતીએ પણ શ્રીનેમિનાથ પરમાત્માના હાથે દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાનનું સમુપાર્જન કર્યું, તે બન્ને દમ્પતી અવ્યય પદ પામ્યા! (૧૧૭)
આમ, અહીં પૂર્ણ થયેલું શતક શૃંગારથી શરૂ થયેલું હોવા છતાં કરુણ પૂર્ણતા દ્વારા, નવીન કલ્પનાઓ સભર કાવ્યત્વનિરૂપણ દ્વારા (કવિના) પોતાના વિચારોને વ્યક્ત કરવામાં સમર્થ ભાષાસંરચના દ્વારા કાવ્યસાહિત્યમાં પોતાનું આગવું સ્થાન જમાવે છે.
પ્રસ્તુત શતકમાં શાર્દૂલ, સ્ર ધરા, ચિત્રમાલા, પ્રહર્ષિણી, દુતવિલમ્બિત, પુષ્મિતાઝા, મન્દાક્રાન્તા, વસન્તતિલકા અને ઉપજાતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org