________________
नेमिशतकम् • १०५ વિધિને “સુરાધમ' તરીકે સંબોધીને તેનો અતિશય તિરસ્કાર કર્યો છે–
'निखिलधामवतां धुरि तिष्ठतः, मम प्रियस्य विवाहमपीच्छतः । सपदि वारयता भवता, त्वया वद सुराधम ! किं समुपार्जितम् ?' ॥ (८५)
મરને પણ રાજુલ સકલકર્મકર' કહે છે
'स्वकृतकर्म न वेत्सि? यथा त्वया निजसुता किमकामि स्मर ! स्वयम् । प्रणयिनं परकीयमपाहरन्, सकलकर्मकरेति न लज्जसे ?' ||८८॥
‘રે આર ! તું સકલકર્મકર છે આવું તને બધા કહે છે તો તને શરમ નથી આવતી ?'
રાજિમતીએ ચંદ્રને પણ ખૂબ કડવા શબ્દોમાં ઠપકો આપ્યો છે–
‘વિધુર્ય વિધુરં કૃતવાનું મર્ત’ પરંતુ આ તો તેના કુલને ઉચિત જ છે. કારણકે કુટિલલક્ષ્મવાળાની મતિ અશુભ આચરણ જ કરે છે. (૯૧)
ચંદ્રને નિપુણ પુરુષોએ કુમુદબાન્ધવ' કહ્યો છે. તે યોગ્ય જ છે. કારણકે વિરહિણી સ્ત્રીઓને દાહ આપતા કિરણો દ્વારા તે કુ-મુદ બાન્ધવતાને સાચી ઠરાવે છે. (૯૨)
ઉક્ત બને પદ્યોમાં વિધુરાં વિધુર અને ટ્રાય કરે. માં અને મુવીશ્વવ'એ પદની યમકરચના પદ્યના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની આદિમાં થઈ છે. બુદ્ધિગમ્ય શબ્દાલંકારોની ગૂંથણી હોવા છતાં હૃદયગમ્ય ભાવપક્ષમાં જરા પણ શિથિલતા આવી નથી.
“આ રીતે અનાથ વધુઓનું મર્દન કરતો બહુ પાપોથી કલંકિત થયેલો આ ચંદ્ર દિવસે ભમતા શરમાય છે માટે રાત્રે ફરવા નીકળે છે.” (૯૩) અદ્ભૂત ક્રિયાત્મક્ષાની આ સંરચના વિલાપની કરુણતાને વધુ ગાઢ બનાવે છે.
“સેવકોને અમૃત આપનાર ચંદ ! તું “અમૃત છે. પરંતુ સાથે વિષની સહોદરતા (બન્નેની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હોવાના કારણે) તે સફળ કરી છે. આથી જ સમુદ્રમાંથી થયેલો તારો જન્મ નિષ્ફળ ગયો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org