SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્તવનોના માધ્યમથી ભક્ત આત્મા પ્રભુ સાથે તન્મયતા પ્રાપ્ત કરી શકે છે. જેનું સાક્ષાત દૃષ્ટાંત છે અધ્યાત્મયોગી પૂજ્યપાદ ગુરુદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજીમ.સા. સામાન્યતઃ સ્તોત્ર સાહિત્યને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. ૧) ભાવાભિવ્યક્તિ અને ૨) ભાષાભિવ્યક્તિ આમ તો બન્નેનો સમન્વય હોય તો જ સ્તોત્ર આહલાદક બની શકે છે. છતાં કેટલાક સ્તોત્રોમાં ભાવનિરૂપણ એટલું ઉત્કૃષ્ટ હોય છે કે તેના પ્રવાહમાં ભાષા ગૌણ બની જાય છે. તેવી જ રીતે કેટલાક સ્તોત્રમાં ભવ્યતમ ભાષાભિવ્યક્તિ જોવા મળે છે. પ્રથમ પ્રકારમાં કલ્યાણ મંદિર, ભક્તામર આદિ સ્તોત્રો લઈ શકીએ જ્યારે દ્વિતીય પ્રકારમાં શોભનમુનિકૃત સ્તુતિચતુર્વિશતિકા આદિ લઈ શકીએ. સ્તોત્રની એક વ્યાખ્યા કરવી હોય તો-“ભક્તહૃદયમાં રહેલ પ્રભુ પ્રેમનો અક્ષરદેહ તેનું નામ સ્તોત્ર.” આવું કહી શકીએ. સચ્ચારિત્રચૂડામણિ પ.પૂ.આચાર્યભગવંત શ્રીમવિજયકનકસૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણના ૫૦માં વર્ષ નિમિત્તે શરૂ થયેલી “શ્રીવિજયકનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા”ના પ્રથમ-દ્વિતીય મણકા સ્વરૂપ શ્રી અગડદત્તરાસમાલા અને શ્રી મદનધનદેવરાસનું સંશોધન કાર્ય આરંભાયુ હતું. તેમાં વિ.સં. ૨૦૬૭ના આણંદ જૈનસંઘમાં ચાતુર્માસ પછી આણંદનગરથી શ્રીગિરનાર મહાતીર્થના છ'રીપાલક સંઘનું આયોજન આણંદ જે.મૂ.જૈન સંઘે કર્યું. સમગ્ર સંઘ દરમ્યાન અભુત શાસનપ્રભાવનાદિ કાર્યો થયા. આ સંઘ સમયે ગિરનારમહાતીર્થમંડન શ્રી નેમિનાથ પરમાત્માનું સ્મરણ સતત થતું રહેતું. શ્રી ગિરનારમહાતીર્થની સ્પર્શના સમયે એક ભાવના પ્રગટી કે અનેક શ્રી સૂરિપૂરંદરો અને શ્રી મુનિપુંગવો દ્વારા શ્રીનેમિનાથ પરમાત્માના સ્તોત્રો-સ્તવનો-સ્તુતિની અનેકવિધ રચનાઓ થયેલી છે તેમાંથી અદ્યાવધિ અપ્રકાશિત ૫૦ સ્તોત્રોનું સંપાદન કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy