________________
શકસ્તવ અર્થાત્ નમુત્થણે સૂત્ર નામસ્તવ અર્થાત્ લોગસ્સ સૂત્ર ચૈત્યસ્તવ અર્થાત્ અરિહંતચેઇઆણે સૂત્ર શ્રુતસ્તવ અર્થાત્ પુખરવરદી સૂત્ર સિદ્ધસ્તવ અર્થાત્ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
આ બધા સૂત્રો સ્તોત્રસ્વરૂપ છે જેના રચયિતા ગણધરભગવંતો છે. આ સ્તોત્ર-સૂત્રોના પાઠનો અધિકાર મેળવવા માટે ઉપધાનતપનું વિધાન મહાનિશીથસૂત્રમાં કરેલ છે. તેના ઉપરથી આ સ્તવ-સૂત્રની અર્થગંભીરતાનો ખ્યાલ આવે છે.
* વિશ્વભરમાં અનન્ય કહી શકાય એવો વિશાલકાય સ્તોત્ર ખજાનો જૈન સંઘ પાસે ઉપલબ્ધ છે.
શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિવિરચિત શ્રીવર્ધમાનશકસ્તવ, કલ્યાણમંદિરસ્તોત્ર તથા શ્રી માનતુંગસૂરિવિરચિત ભક્તામરસ્તો આજે જગપ્રસિદ્ધ છે અને ઘર-ઘરમાં જેના નાદનું ગુંજન થઈ રહ્યું છે. | શ્રી ઉવસગહરસ્તોત્ર, શ્રી સંતિકરસ્તોત્ર જેવા સ્તોત્રો વિનઉપસર્ગના નિવારણ માટે અત્યંત શ્રદ્ધેય બનેલા છે. શ્રી અજિતશાંતિસ્તવનું પદલાલિત્ય અને ગેયતા પ્રસિદ્ધ છે. આ ઉપરાંત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી, પૂ. આનંદઘનજી, પૂ.દેવચન્દ્રજી, પૂ. જ્ઞાનવિમલસૂરિ, પૂ.ઉપા. ઉદયરત્નવિજયજી, પૂ.મોહનવિજયજી, પૂ. ક્ષમાવિજયજી, પૂ. પદ્મવિજયજી આદિ અનેક વિદ્વાન-ભક્ત આત્માઓએ ગુર્જરભાષામાં સ્તવન ચોવીશીઓની રચના કરી પ્રભુભક્તિ માટે સ્તોત્ર-સ્તવનોનો ખજાનો પૂરો પાડ્યો છે.
આ સ્તવનોમાં પ્રભુનાગુણોનું અદ્ભુત વર્ણન, પ્રભુની કરુણા-પ્રેમનો રસાસ્વાદ, પ્રભુના રૂપ-સૌન્દર્યનું આલાદક વર્ણન કરેલ છે. વળી તેમાંથી પ્રીતિયોગથી પ્રારંભી ભક્તિ-વચન-અસંગયોગ સુધીની સાધનાની ભૂમિકાનું સ્વરૂપ જાણવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org