________________
સંપાદકીયમ્
“પૂનાટિકમં સ્તોત્ર, સ્તોત્રોટિસો ના !
जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ॥' સ્તોત્ર-સ્તવનું માહાભ્ય અને તેના ફળનો બોધ આ શ્લોક દ્વારા થાય છે. પરમાત્માની અંગપૂજા અને અગ્રપૂજા તો ફલદાયી છે જ પરંતુ તેના કરતા પણ અધિક ફલદાયી ભાવપૂજા છે. પરમાત્માના ગુણોની સ્તુતિ કરવી એ સ્તોત્રપૂજા છે. સ્તોત્રપૂજા ભાવપૂજાનો એક પ્રકાર છે.
અંગ અને અગ્રપૂજા કરતા કરોડગણું અધિક ફળ સ્તોત્રપૂજાથી પ્રાપ્ત થાય છે. પૂજાનો તાત્ત્વિક અર્થ સન્મુખતા છે. સર્વપ્રથમ પરમાત્મતત્ત્વ પ્રત્યે આપણી સન્મુખતા હોવી જોઈએ. જેની પ્રત્યે આપણી સન્મુખતા હોય તેના ગુણો આપણને સ્પર્શે છે. અહીં સ્તોત્રનો અર્થ ગુણાનુવાદ છે.
પરમાત્માના ગુણોની સ્તુતિ દ્વારા જપયોગની સિદ્ધિ થાય છે. ગુણસ્મરણપૂર્વક થતો નમસ્કાર ભાવનમસ્કાર બની શકે છે.
* જપયોગની સિદ્ધિ ધ્યાનયોગ પ્રગટાવે છે. પરમાત્માના નામનું સતત કીર્તન-સ્મરણ-રટણ ધ્યાનયોગમાં પ્રવેશ કરાવે છે.
ધ્યાનયોગમાં સ્થિરતા પ્રાપ્ત થતા લયયોગમાં પ્રવેશ થાય છે. લયયોગને પામેલ સાધક પરમાત્મા સાથે તદાકાર બની સમાપત્તિ સાથે છે. જે ધ્યાનની પરાકાષ્ઠારૂપ છે.
આ રીતે સમાપત્તિની સિદ્ધિમાં કારણભૂત સ્તોત્રની ઉપાદેયતા હોવાથી પ્રાચીન મહર્ષિ અને વિદ્વાન પુરુષોએ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ વગેરે ભાષામાં અનેક પ્રકારના સ્તોત્રોની રચના કરી છે.
અરિહંત પરમાત્માના ચ્યવનાદિ કલ્યાણક સમયે સૌધર્મદેવલોકસ્થિત શ્રી સૌધર્મેન્દ્રમહારાજા પરમાત્માના સભૂતગુણોની જે સ્તુતિ કરે છે તે આજે શક્રસ્તવ તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org