________________
उज्जयन्ताचलमण्डननेमिजिनद्वात्रिंशिका-.८१ પ્રભુસેવાથી, નયનની સાર્થકતા પ્રભુદર્શનથી અને વાણીની સાર્થકતા પ્રભુસ્તુતિકીર્તનથી જણાવે છે. સર્વસામાન્ય આ પદાર્થ પણ કવિશ્રીની રજૂઆત શૈલિની સુંદરતાથી શોભી રહ્યો છે. (પદ્ય-૨૮)
| નિત્યાનંદની મકરન્દના મંદિર સમાન પ્રભુના ચરણકમલ જેના માનસ મધ્યમાં છે. તેને કામધેનુ, કલ્પતરુ કે ચિંતામણિની કોઈ કિંમત નથી. (પદ્ય-૨૯) અહીં પ્રભુના ધ્યાનથી પ્રાપ્ત થતા આનંદની ઉત્કૃષ્ટ ગરિમા દર્શાવી છે.
આમ, આ સ્તોત્ર અભુત કલ્પનાઓની શ્રેણી અને વર્ણનશૈલીની સૌમ્યતાથી સમન્વિત છે. - પ્રસ્તુત સ્તોત્રના કર્તાને વિચારીએ તો ઉપાજ્ય પદ્યમાં ‘વિજય :' પદ અર્થશ્લેષ દ્વારા કર્તાનામ સૂચક કલ્પી શકાય તેમ છે. જો આ કલ્પના સાચી હોય તો પ્રસ્તુત રચના વિજયસેનસૂરિજીની ગણાય. | વિજયસેનસૂરિજી બે થયા છે.
(૧) નાગેન્દ્રગચ્છીય “કલિકાલગૌતમ' તરીકે ખ્યાતિ પામનાર હરિભદ્રસૂરિજીના શિષ્ય કે જેમણે વસ્તુપાલ-તેજપાલે બંધાવેલા જિનાલયોમાં પ્રતિષ્ઠા કરી હતી તથા સં. ૧૨૮૭માં રેવંતગિરિ રાસની રચના કરી હતી.
(૨) અકબર પ્રતિબોધક જગદ્ગુરુ હીરસૂરીશ્વરજીના શિષ્ય જેમને અકબરે “સવાઈ હિરલા” અને “કાલસરસ્વતી’ બિરુદ આપ્યા હતા. (જન્મ સં. ૧૬૦૪-સ્વર્ગવાસ સં. ૧૬૭૨) આ બન્ને આચાર્ય વિદ્વાન . જરૂર હતા પરંતુ તેમની કોઈ સંસ્કૃત રચનાઓ પ્રાપ્ત નથી.
श्रीनेमिच्दमुज्जयन्तजगतीभृन्मौलिनीलोपलः, श्रेयःकन्दनवाम्बुदः शमिचमूहत्पद्मपुष्पन्धयः । देयाद्दीधितिपत्रलः प्रणमतां सांसारिकप्रान्तरभ्रान्तिश्रान्तिनिशुम्भनः शिवपुरीनिस्सीमसीमद्रुमः ॥१॥ [शार्दूलवि०]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org