________________
८०. श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः કવિએ શબ્દાલંકારોનું પણ સુંદર સંયોજન કર્યું છે.
'येषां पाणिसरोजयुग्मं मौलो उच्चकैः कोशीभवति, ते कृतिनः श्रियः . कोशास्पदं भृशं भवन्ति, प्रभो ! त्वत्पादप्रणिपातनिर्मितसकृत्पञ्चाङ्गसङ्गा વસુમતી સપ્તાહું વિતસન્તિ ' (પદ્ય-૧૫)
પરમાત્માના યશની સ્તુતિ ૧૬મા પદ્યમાં કરી છે. તો ૧૭માં પદ્યમાં–પરમાત્માની કરુણારસાર્ણવની સુધાવૃષ્ટિમય દૃષ્ટિથી જે સિંચાયા હતા તે પશુઓની ધન્યતા યાચી છે.
ગિરનારગિરિના મસ્તકે બિરાજમાન અને પુષ્પપ્રકરથી પૂજિત શ્રીનેમિનાથપ્રભુ કવિશ્રીની ઉન્ઝક્ષામાં ધમ્મિલની લીલા સમાન ભાસે છે. (પદ્ય-૧૯)
નેત્રાંજલિથી પ્રભુની લાવણ્યસુધાનું પાન કરનારાઓ અનિમેષ બની જાય છે. તે અમરશ્રીનું ભેટશું છે અને પ્રભુને નિહાળીને વિસ્મયથી આકુલ થયેલા મસ્તક ધુણાવે છે તે શિવસૌખ્યમાં લીન થઈ જનારા તેઓ અન્યને ઇચ્છતા નથી આથી ધુણાવે છે. (પદ્ય-૨૦) આમ અહીં કવિશ્રીની રજૂઆતમાં સાહજિક અદ્ભુતતાના દર્શન થાય છે.
કવિશ્રી કંદર્પને રોફ પૂર્વક કહે છે–“મારું મન રૈવતદેવ =નેમિનાથ પ્રભુના ધ્યાનમાં મગ્ન છે. માટે, રે કંદર્પ ! જગતને જિતનારા તારા બાણ મને તણખલું ય નહીં લાગે ! તું ધનુષ્ય પર બાણ ચડાવવાની ખોટી મહેનત ન કરીશ !”.. (પદ્ય-૨૨)
૨૭મા પદ્યમાં ભક્ત ભગવાન પાસે માત્ર ભક્તિની યાચના કરે છે. જે થવું હોય તે થાય પરંતુ નિર્મલ ભગવદ્ભક્તિ નિરંતર રહ્યા કરે.
'दुःखैः खेलतु जन्म, सज्जतु जरा, गर्जन्तु गर्वै रुजो, मृत्युर्माद्यतु, दुर्गतत्वमुदयत्वेका त्वियं निर्मला । मा श्रीनेमिजिनेश ! नेशदनिशं त्वपादपद्मद्वयी, भक्तिर्भग्नगतीन्यमूनि न यतः सर्पन्ति दृप्यन्त्यपि ।' કવિશ્રી ચિત્તની સાર્થકતા પ્રભુ ધ્યાનથી, કરની સાર્થકતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org