________________
उज्जयन्ताचलमण्डननेमिजिनद्वात्रिंशिका-• ७९ સ્તોતવ્ય “મ' પ્રભુના નામ ગર્ભિત સ્તુતિ પદ્ય-૮માં છે. અહીં પણ સુંદરતા સભર રજૂઆત છે.
પ્રભુએ ધૂમથી શ્યામ બનેલા ધૂપભાજન જેવા (શ્યામ) પોતાના શરીરમાં અગરુની લીલાથી મન્મથને બાળીને ચારિત્રારૂપી વસ્ત્ર યશસૌરભથી વાસિત કર્યું છે. જેની પરિમલ વિશ્વમાં આજે પણ રેલાઈ રહી છે. રૂપકાલંકારનું આ શ્રેષ્ઠતમ નિરૂપણ કાવ્યસુહદો માટે આનંદોત્સવ જેવું છે.
પ્રભુએ હૃદયમાં ઉત્પન્ન થયેલી પશુદયાને કારણે રાજિમતીનો ત્યાગ કરી રથ પાછો વાળ્યો હતો. આ ઘટનાને આધારે કવિશ્રીએ રાજિમતીના મુખમાં વાક્યારોપણ કર્યું છે.—‘તવ પ્રિયા પા પત્ની પિ માં (વ) સ્વાન્તાત્ નાશયતિ, તત્ર નિમિત્તે સ્ત્રીછાં ફર્ષ્યાયિતમ્' (પદ્ય-૧૦)
પદ્ય-૧૧માં પણ કાંઈક આવો જ ભાવ રજૂ થયો છે. 'यद् वा मानवती सहेत महिलामन्यां न मान्यां मनाम् ।'
કવિશ્રીએ લોકોક્તિના બહાને પ્રભુને ઉપાલંભ પણ આપ્યા છે. પશુઓ પર કરુણા કરો છો, અને જે અનન્ય પ્રિય છે તેના પર કરુણા કરતા નથી, સામ્રાજય લક્ષ્મીનો ત્યાગ કરો છો અને વિરતિ(રૂપી સ્ત્રી)ને પ્રેયસી માનો છો, ખરેખર પ્રભુ ! તમારું આ આશ્ચર્યકારી ગહન ચરિત્ર કોણ જાણી શકે ? (પદ્ય-૧૩). ભક્ત કવિઓને જાણે પ્રભુને ખીજવવાની પણ છૂટ મળી જતી લાગે છે.
પદ્ય ૧૪મા વિરોધ અલંકારની આકર્ષક છણાવટ થઈ છે. પ્રભુદર્શનને કારણે આનંદની બાષ્પોર્મિઓ દ્વારા નેત્ર સિંચાય છે. જેના ફળ રૂપે રોમાંચરૂપી અંકુરાઓ ફૂટે છે. પુણ્ય સમૂહદ્વારા અંકુરાઓનો પ્રૌઢ પ્રરુહ થવા છતાં જન્મરૂપી આરામનો વિરામ થઈ જાય છે !” જલસિંચન, અંકુરાનું પ્રગટીકરણ, અંકુરનું પુષ્ટિ કરણ આ સઘળું હોવા છતાં પણ આરામનો નાશ થઈ જવો એ વિરોધ આશ્ચર્ય પ્રગટાવે છે.
પ્રભુના પ્રણામનું અને પંચાંગ પ્રણિપાતનું ફળદર્શન કરાવવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org