________________
२२) उज्जयन्ताचलमण्डननेमिजिनद्वात्रिंशिका
(હમ-સ્તવઃ) અદ્ભુત ઉત્યેક્ષાઓ મંડિત પ્રસ્તુત સ્તવના કાવ્યરસિકો માટે આનંદની લ્હાણી સ્વરૂપ છે.
સંસ્કૃત ભાષાબદ્ધ આ સ્તોત્રમાં ભાષાપ્રૌઢિની સાથે અંલકાર- પ્રૌઢિની અને ભાવ પ્રૌઢિની ગુંથણી પણ સાદ્યન્ત થયેલી છે.
બ્રાહ્મી' શબ્દની સુંદર વ્યુત્પત્તિ-બ્રહ્મમહમુદ્રવતિયા' આપીને વાગ્રેવીને આજન્મ નિર્મલતમ બ્રહ્મવ્રત પાળનારા શ્રીનેમિનાથપ્રભુના સ્તુતિપથમાં પાંથશ્રી બનવાનું આમંત્રણ આપીને (પદ્ય-૨) સ્તોત્રારંભ થયો છે.
શ્રીઉજજયન્તાચલ પાસે સર્વગિરિઓનું આધિપત્ય છે. તેનું વર્ણન પાંચમાં પદ્યમાં સુંદર રીતે થયું છે.
સામાન્યતઃ સર્વત્ર પ્રભુદર્શનથી આનંદ થવાની અભિવ્યક્તિ હોય છે. પરંતુ અહીં શારીરિક કલાન્તિની અદ્ભુત અભિવ્યક્તિ છે અને તેનું કારણ અવયવોમાં અંદરો અંદર થતી સ્પર્ધા છે. (પદ્ય-૬)
'नेत्रं वक्त्रविलोकनाय, रसना स्तोत्राय, चेतश्चिरं सायुज्याय, तव प्रणाम विधये मुर्द्धा, मुहुर्धावति । एभिः स्वावयवैः परस्परमिति स्पर्धिष्णुभिर्वद्धिता कान्तिर्मे वपुषः,'
આ કથનાન્તરે પણ તથા નમૂત્ માત્મા કૃતાર્થ પ્રપો !' કહીને સ્વકૃતાર્થતા દર્શાવી છે.
પદ્ય-૭ પરમાત્માને ન્યાયાધીશ બનવાની વિનંતિ કરે છે. વિવાદ છે મસ્તક અને નયનનો, મસ્તક નમી પડે છે તો પ્રભુ મુખના દર્શન કરવાની ઝંખના નયન સેવે છે અને નયન દર્શન કરતા રહે છે તો ભાલ નમી શકતું નથી. બન્ને વચ્ચે વિવાદ ચાલે છે. કવિવર પોતાના અવયવોનો ન્યાય કરી શકતા નથી માટે અધ્યક્ષ થવા પ્રભુને જ વિનંતિ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org