________________
જી ખંધકમુનિએ “રાજાએ શા માટે મારી ચામડી ઉતારવાનો આદેશ કર્યો?” ) ( એવા વિચારરૂપ એકાંતને ન પકડ્યો, પણ “મારા કર્મોનો દોષ છે અને રાજા તો મને
કર્મ ખપાવવામાં સહાયક છે.” એવા વિચારરૂપ અનેકાંતને પકડી પોતાનો આત્મા સંસારથી તાર્યો.
આવા અનેક દૃષ્ટાંતો પરથી અનેકાંતવાદનું મહત્ત્વ અને એકાંતવાદની ભયંકરતા સમજાશે. આપણે પણ અનેકાંતવાદને માત્ર જાણવાનો નથી, પણ જીવનમાં ઉતારવાનો છે છે. અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી આપણા જીવનમાંથી દુઃખો, નારાજગી, અપ્રસન્નતા, ચિંતા, સંક્લેશો, પાપો, ઝગડાઓ, યુદ્ધો, આક્ષેપો, દ્વેષ, ગુસ્સો વગેરે દૂર થશે અને આપણું જીવન ગુણપુષ્પોથી મઘમઘાયમાન બગીચા જેવું બની જશે.
અનેકાંતવાદ એટલે ચાદ્વાદ એટલે કે “હોય” એવો વાદ. “આમ જ છે' એ એકાંતવાદ છે. “આવું પણ હોય અને આવું પણ હોય એ સ્યાદ્વાદ છે. વસ્તુમાં અનંત ધર્મો છે. તેમાંથી એક ધર્મના આધારે વસ્તુનું એક જ સ્વરૂપ માનવું અને બીજા સ્વરૂપ ન માનવા તે એકાંતવાદ છે. વસ્તુના બધા ધર્મોના આધારે વસ્તુના બધા સ્વરૂપો માનવા તે યાદ્વાદ છે.
“મારું કહ્યું બીજાએ માનવું જ જોઈએ. મારી ઇચ્છા પૂરી થવી જ જોઇએ.” વગેરે એકાંતવાદ છે. આવા એકાંતવાદને લીધે જ્યારે બીજા પોતાનું ન માને કે પોતાની ઇચ્છા પૂરી ન થાય ત્યારે જીવ દુઃખી થાય છે અને બીજા ઉપર ગુસ્સે થાય છે. બધા જીવો જુદા જુદા છે. કોઇ કોઇનું માલિક કે સેવક નથી. બધા જીવો પોતાની મરજી પ્રમાણે કરી શકે છે. બધા કર્મવશ છે. પુણ્ય હોય તો બીજા માને કે ઇચ્છા પૂરી થાય. પુણ્ય ન હોય તો બીજા ન માને કે ઇચ્છા પૂરી ન થાય.' વગેરે વિચારણા અનેકાંતવાદની છે. આવી વિચારણાને લીધે અનેકાંતવાદી બીજા પોતાનું ન માને કે પોતાની ઇચ્છા પૂરી ન થાય ત્યારે પણ પોતાને ઇચ્છાનિરોધરૂપ તપનો લાભ થયો, માનકષાયનો નિગ્રહ થયો વગેરે વિચારીને પોતાની મસ્તીમાં રહે છે. તે પોતાની સમતા ટકાવી શકે છે. અનેકાંતવાદી દરેક પ્રસંગમાંથી પોતાના લાભને વિચારી શકે છે.
આ અનેકાંતવાદને જીવનમાં ઉતારવા માટે પહેલા તેને સમજવો જરૂરી છે. અનેક એટલે એકથી વધુ. અંત એટલે છેડો. વાદ એટલે બોલવું. વસ્તુનો નિર્ણય કરવા તેના ઘણા છેડા એટલે કે એની ઘણી બાજુઓને વિચારીને બોલવું તે અનેકાંતવાદ. ઝાડનો નિર્ણય કરવા એના મૂળ, થડ, ડાળી, પાંદળા, ફળ, ફૂલ, બીજ વગેરે ઘણી
બાબતોને વિચારવી એ અનેકાંતવાદ. ટેબલનો નિર્ણય કરવા એ શેનું બનેલું છે? નવું છે છે કે જૂનું છે?, એની લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ, દેખાવ, કિંમત, રંગ વગેરે ઘણી કિ
14
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org