________________
3 દુનિયામાં વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. આ પરિસ્થિતિઓ ) ( સતત બદલાયા કરે છે. એકાંતવાદી પરિસ્થિતિ બદલાતા પોતાના મનની સ્થિતિને માનસિક વલણ - વિચારધારા બદલી શક્તો નથી. તેથી દુઃખી થાય છે, ચિંતા કરે છે,
પાપો કરે છે, સંક્લેશ કરે છે. અનેકાંતવાદી પરિસ્થિતિ બદલાતા પોતાની મનઃસ્થિતિને પણ બદલી નાંખે છે, તેથી તેને ક્યાંય વાંધો આવતો નથી, તેની ધારા ક્યાંય અટકતી નથી. - એકાંતવાદી ચોમાસામાં વરસાદની ફરીયાદ કરે છે, શિયાળામાં ઠંડીની ફરિયાદ કરે છે અને ઉનાળામાં ગરમીની ફરિયાદ કરે છે. અનેકાંતવાદી સમજે છે કે વરસાદ, ઠંડી કે ગરમીની ફરિયાદ કરવાથી તેમાં કંઈ ફેરફાર થવાનો નથી. એ તો કુદરતી છે. મારા મનને ફેરવવું એ મારા હાથની વાત છે. કુરદત એનું કામ કરે, હું મારું કામ કરું.” તેથી તેને વરસાદ, ઠંડી કે ગરમી કંઈ નડતું નથી. તે દરેક પરિસ્થિતિમાં ટેવાઈ જાય છે.
મેતારક મુનિના માથે વાઘર વિંટનાર સોનીએ વિચાર્યું કે, “મહાત્મા સિવાય મારી દુકાનમાં કોઈ આવ્યું જ નથી. માટે મહાત્માએ જ મારા સોનાના જવ ચોર્યા છે.” આમ એકાંતવાદના આધારે આવો વિચાર કરી તેણે મહાત્માને માથે વાઘર વિંટી, તેમને તડકે ઊભા રાખવાનું ઘોર પાપ કર્યું. જો તેણે અનેકાંતવાદના આધારે “મહાત્મા ચોરી ન કરે. કદાચ કોઈ બીજી વ્યક્તિ ચોરી ગઈ હોય.” વગેરે વિચારો કર્યા હોત તો તે પાપ ન કરત.
છે સ્મશાનમાં કાઉસ્સગ્ન કરતા ગજસુકુમાલ મુનિને જોઈ સોમિલ સસરાએ એકાંતદષ્ટિથી “આણે મારી દીકરીનો ભવ બગાડ્યો.” એમ વિચારી મુનિની માથે માટીની પાળ બાંધી તેમાં અંગારા નાંખવાનું પાપ કર્યું. જો તેણે અનેકાંતદષ્ટિથી વિચાર્યું હોત કે, “ગજસુકુમાલે પોતાનો અને મારી દીકરીનો ભવ સફળ કર્યો, અને “બન્ને કુળોનું નામ અજવાળ્યું તો તે આવું પાપ ન કરત.
કમુનિને જોઇને રાણીની આંખમાં આવેલા આંસુ પરથી રાજાએ એકાંતદષ્ટિથી આ રાણીનો જાર લાગે છે.” એમ વિચારી તેણે સેવકો પાસે મુનિની ચામડી ઉતરાવવાનું ભયંકર પાપ કર્યું. જો તેણે અનેકાંતવાદદષ્ટિથી રાણીના રડવાનું કારણ બીજું પણ હોઈ શકે.” આમ વિચારી રાણીને પૂછ્યું હોત તો તે ભયંકર પાપથી બચી જાત.
મેતારક મુનિએ “મેં સોનીનું કંઈ બગાડ્યું નથી છતાં તે મને શા માટે હેરાન ન કરે છે?” આવો એકાંત ન પકડ્યો પણ પક્ષીને બચાવવાની બીજી દૃષ્ટિરૂપ અનેકાંતને એ વિચારી ઉપસર્ગને સહન કર્યો. તેથી તેઓ મોક્ષે ગયા.
13
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org