________________
૧૭૪
+ सप्तभङ्गीनयप्रदीपः •
नयाः परसमयास्तीर्थिकसिद्धान्ताः, ये च निरवधारणाः स्याच्छब्दलाञ्छितास्ते नयाः समुदिताः सम्यक्त्वं प्रतिपद्यन्ते । ( १२९) न च प्रत्येकावस्थायां मिथ्यात्वहेतुत्वात् + ગુણસૌમ્યા+
(૪) વસ્તુને જ્ઞાનરૂપ કહેનારા.. વગેરે વગેરે જેટલા પણ વચનના પ્રકાર છે, તેટલા જ નયના પ્રકાર છે (ખાલી ઉપર બતાવેલા સાતસો વગેરે જ નયના પ્રકાર છે એવું નથી.)
વચનના પ્રકારો અસંખ્યાત હોવાથી નયના પ્રકારો પણ અસંખ્યાતા થાય - એમ જાણવું. અને તે બધા નયો, જો સાવધા૨ણ હોય (= જકાર સાથેના હોય = એકાંત આગ્રહવાળા હોય = એકાંતે વસ્તુ નિત્ય જ છે એવા બધા અભિપ્રાયવાળા હોય) તો તેઓ પરસમયરૂપ છે,અર્થાત્ તે બધા અન્યતીર્થિકોના સિદ્ધાંતરૂપ છે...
–
અને જે નયો અવધારણ વિનાના હોય (= જકાર સાથેના ન હોય) અને અનેકાંતને જણાવનારા એવા ‘સ્યાત્’ શબ્દથી યુક્ત હોય, તો એકબીજાનો અપલાપ કર્યા વિના (સમુવિતા: =) ભેગા મળેલા એવા તે નયો સમ્યક્ત્વભાવને પામે છે.
ટૂંકમાં, (૧) અવધારણ સાથેના નયો ઇતરનો અપલાપ કરનાર હોવાથી દુર્નય છે, પરમસમયરૂપ છે, અને (૨) અવધારણ વિનાના, ‘યાત્’ શબ્દથી યુક્ત એવા નયો ઇતરનો અપલાપ કરનાર ન હોવાથી સુનય છે, જૈનસિદ્ધાંતરૂપ છે.
એટલે એ નયો....
(૧) પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વરૂપ... (કારણ કે ઇતરનો અપલાપ કરનાર છે.) અને (૨) સમુદિત અવસ્થામાં સમ્યક્ત્વરૂપ... (કારણ કે ગૌણપણે ઇતરનો સ્વીકાર કરનાર છે.)
=
(૧૨૯) હવે અહીં પૂર્વપક્ષીની આશંકા છે કે - પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વરૂપ એવા નયો, સમુદિત અવસ્થામાં સમ્યક્ત્વરૂપ કેવી રીતે બની શકે ? - એ આશંકાને ૨જુ ક૨વા અને તેનું સમાધાન આપવા, પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે -
પૂર્વપક્ષ :
ભાવાર્થ : બધા નયો પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વનું કારણ છે, તો બધા ભેગા મળેલા તેઓ મહામિથ્યાત્વનું કારણ કેમ ન બને ? જેમ વિષના અનેક અંશો ભેગા કરવામાં ઘણું જ વિષ થાય છે. (તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.)
૧. ‘સ્થાવનિત્યમ્’ અહીં ‘સ્વાર્’ અવ્યય લગાડ્યો હોવાથી એ અનેકાંતને જણાવે છે કે - વસ્તુનું જે અનિત્યપણું છે, તે અમુક ચોક્કસ અપેક્ષાએ જ છે, સર્વાંશે – એકાંતે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org