________________
सप्तभङ्गीनयप्रदीपः +
अनेन वाक्येन "इन्द्रे च शक्रे च पुरन्दरे च" इत्याद्येकार्थपर्यायशब्देऽपि व्युत्पत्तिभेदेनैतदर्थस्यापि भेदः समाद्रियते, शब्दभेदादर्थभेद इति फलितार्थः । एवमन्यत्र ભશ-પદ-વુમ્માવિષુ દ્રષ્ટવ્યૂઃ ।
૧૬૦
+ ગુણસૌમ્યા+
વિવેચન : (૧) ઐશ્વર્યવાળો હોવાથી ઇન્દ્ર, (૨) શક્તિમાન્ હોવાથી શક્ર, અને (૩) શત્રુના નગરનું વિદારણ કરનાર હોવાથી પુરંદર... આવાં વાક્યના આધારે, (૧) ઇન્દ્ર, (૨) શક્ર, અને (૩) પુરંદર - એવા એક અર્થને વિષય કરનારા પર્યાયવાચી શબ્દોમાં પણ, જુદી જુદી વ્યુત્પત્તિના આધારે (= વ્યુત્પત્તિના ભેદથી) તે તે પર્યાયવાચી શબ્દોના અર્થને પણ જે જુદા જુદા માને છે - કહે છે, તે સમભિરૂઢ નય...
-
એટલે સમભિરૂઢનયનો ફલિતાર્થ એ કે - શબ્દભેદે અર્થભેદ થાય જ. અર્થાત્ શબ્દો બદલાતા તે તે શબ્દોના વાચ્યરૂપ અર્થો પણ બદલાય જ. આ પ્રમાણે કલશ-ઘટ-કુંભ વગેરે બીજે ઠેકાણે પણ શબ્દભેદે અર્થભેદ જાણવો...
આ વિશે આપણે એક-બે ઉદાહરણો વધુ સમજીએ -
(૧) સંયત, નિગ્રંથ, મુનિ
० सम्यग् यतते इति संयतः = મનના નિરોધ વગેરે વ્યાપારોમાં જે સારી રીતે યત્ન કરે છે, તે ‘સંયત’ કહેવાય.
૦ નિયંતો પ્રન્થો યસ્માત્ સ નિર્પ્રન્થઃ = રાગ-દ્વેષાદિની ગાંઠો જેના જીવનમાંથી નીકળી ગઈ છે, તે ‘નિગ્રંથ’ કહેવાય.
૦ મનુતે ત્રિાભાવસ્થાં તે મુનિઃ = શ્રુતજ્ઞાનાદિના આધારે ત્રણે કાળની અવસ્થાને જે જાણે છે, તે ‘મુનિ’ કહેવાય...
આ પ્રમાણે વ્યુત્પત્તિના ભેદે ‘સંયત, નિગ્રંથ, મુનિ' એવા પર્યાયવાચી શબ્દોના પણ અર્થભેદને માનનારો આ સમભિરૂઢ નય છે...
(૨) નૃપ, ભૂપ, રાજા
૦ નૃસ્વાતીતિ નૃપઃ = માણસોનું જે રક્ષણ કરે તે નૃપ.
૦ મુવં પાતીતિ સૂપ: = પૃથ્વીનું જે રક્ષણ કરે તે ભૂપ.
૦ રાખતે કૃતિ રાના = રાજચિહ્નોથી શરીરને શોભાવે તે રાજા.
અહીં પણ આ નય, વ્યુત્પત્તિના ભેદે નૃપાદિ શબ્દોના અર્થભેદને માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org