________________
કસરત-સુમિ-વિવેવન સમન્વિતઃ છે _
: एतस्यार्थः-शब्दनयो हि शब्दपर्यायभिन्नत्वेऽपि द्रव्यस्यार्थस्याभेदत्वमभिलषति, समभिन्ढनयेन (नयो ) हि शब्दपर्यायभेदे भिन्नं द्रव्यार्थमभिमन्यते, पर्यायशब्दानामर्थत एकत्वमुपेक्षत इति ।(११६) उदाहरणम्-“इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूर्दारणात् पुरन्दर રૂત્યવિષયથા' .
-[પ્રમ૦ પરિ૦ ૭ સૂત્ર-૨૭]
--— + ગુણસૌમ્યા ...... શબ્દોનો અર્થભેદ માને છે. પણ, ઘટ-કુટ-કુંભાદિ પર્યાયવાચી શબ્દોના જુદા જુદા પર્યાયો હોવા છતાં પણ (= શબ્દપર્યાયો ભિન્ન હોવા છતાં પણ) તે તે પર્યાયવાચી શબ્દોના વિષયરૂપ એવાં દ્રવ્યાર્થીને એક માને છે. (અર્થાત્ કરોતિ કર્મ, કરોતિ ધટ, કરોતિ કુટમ્ એ ત્રણે દ્વારા બતાવાતું પૃથુબુબ્બોદરાકારવાળું દ્રવ્ય એક છે – એવું શબ્દનય માને છે.)
જયારે સમભિરૂઢનય એમ કહે છે કે – પર્યાયવાચી જુદા જુદા શબ્દો ભિન્નાર્થક જ હોય છે. અર્થાત્ શબ્દભેદે અર્થભેદ હોય જ. (શબ્દો બદલાય, તો તે તે શબ્દોના અર્થો પણ બદલાય જ.) આ વાતને દાખલાથી સમજીએ -
ઘટ' પદ કરતાં “પટ' પદ ભિન્ન છે, તો “ઘટ’ પદના વાચ્યાર્થ કરતાં “પટ' પદનો વાચ્યાર્થ જેમ અલગ છે, એમ “કુંભ' પદ પણ “ઘટ’ પદ કરતાં ભિન્ન હોવાથી એનો વાચ્યાર્થ પણ અલગ જ હોય. એક ન હોઈ શકે. શબ્દભેદ હોવા છતાં “ઘટ'પદ અને કુંભ'પદનો વાચ્યાર્થ જો એક હોય, તો “ઘટ'પદ અને “પટ'પદનો વાચ્યાર્થ પણ એક હોવાની આપત્તિ આવે.
આ નય, શબ્દનયને કહે છે કે – “જો તું લિંગાદિભેદે અર્થભેદને માને છે, તો શબ્દભેદે અર્થભેદને કેમ નથી માનતો?' માટે ઘટશબ્દનો અર્થ ભિન્ન છે અને કુંભશબ્દનો અર્થ ભિન્ન છે - એવું માનવું જ રહ્યું.
સમભિરૂઢનય, ઘટ-કુટ-કુંભાદિ પર્યાયવાચી શબ્દોનું અર્થને લઇને જે એકપણું છે, અભેદ છે, તેની ઉપેક્ષા કરે છે, એ તરફ ઉદાસીન રહે છે. (એ અંશને મુખ્ય કરે તો પોતે “સમભિરૂઢ” ન રહે. અને એ અંશનો તિરસ્કાર કરે તો પોતે “નય” ન રહેતાં ‘દુર્નય બને...)
(૧૧) હવે આ નયનું સ્વરૂપ ઉદાહરણ સાથે સમજાવે છે - સૂત્રઃ રૂદ્રનાવિન્દ્રા, શેની છત્ર, પૂરVI[ પુરનરૂત્યવિપુ યથા |
અર્થ : જેમ (૧) ઐશ્વર્યવાળો હોવાથી ઇન્દ્ર, (૨) શક્તિમાનું હોવાથી શક્ર, અને (૩) શત્રુના નગરનું વિદારણ કરનાર હોવાથી પુરંદર કહેવાય. ઇત્યાદિ ઉદાહરણોમાં સમજવું. (પ્રમાણનયતત્ત્વાલીક - ૭-૩૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org