________________
* सरल-सुगम-विवेचनसमन्वितः उदाहरणम्-“यथा बभूव भवति भविष्यति सुमेसरित्यादिः" ॥
-[પ્રપ૦િ ૭ સૂત્ર-૩૩] ___ अत्र कालत्रयविभेदात् सुमेरोरपि भेदत्वं शब्दनयेन प्रतिपाद्यते, दव्यत्वेन त्वभेदोऽस्योपेक्ष्यते ।(११३ ) कारकभेदे उदाहरणम्-करोति कुम्भम्, क्रियते कुम्भ इति ।
---+ગુણસૌમ્યા+.... અલબત્ત, દ્રવ્ય તરફની દ્રષ્ટિએ વિચારીએ તો ત્રણે કાળનો મેરુપર્વત એક છે, એ મેરુપર્વતનો ત્રણે કાળમાં અભેદ છે... છતાં એ અભેદની અહીં ઉપેક્ષા કરાય છે, અને પર્યાય તરફ નજર નંખાય છે...
ભૂતકાળમાં આ મેરુપર્વત જે પુદ્ગલસ્કંધોનો બનેલો, એ પુદ્ગલસ્કંધો વર્તમાનમાં નથી. કારણ કે, પૂરણ-ગલન થવાનો પુદ્ગલનો સ્વભાવ છે. એ જ રીતે વર્તમાનકાળનો આ મેરુપર્વત જે પુદ્ગલસ્કંધોનો બનેલો છે, એ ભવિષ્યકાળમાં નથી રહેવાનો.. એટલે જુદા જુદા કાળે પુદ્ગલસ્કંધો બદલાતા રહેવાથી ત્રણે કાળનો મેરુપર્વત જુદો જુદો છે – એવી દૃષ્ટિ ધરાવનારો જે નય, તે શબ્દનય...
(૧૧૩) “સુખેરિત્યાદ્રિ’ એમાં મૂકેલ ‘માદ્રિ' શબ્દથી કારકભેદ, લિંગભેદ, પુરુષભેદ વગેરેના ઉદાહરણો પણ સમજવાં... એ બધાં ઉદાહરણોને જ ગ્રંથકારશ્રી ક્રમશઃ જણાવે છે –
(૨) કારકભેદમાં ઉદાહરણ: ‘રોતિ વૃક્ષ, નિયતે :' કુંભને કરે છે, કુંભ કરાય છે... ક્રિયાનું જે કારણ બને, તે “કારક કહેવાય... વ્યાકરણના સંકેતને અનુસાર પ્રથમ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી અને સપ્તમી - આ છ વિભક્તિવાળાને “કારક મનાય છે. આ નય કારકભેદે તે તે શબ્દોનો અર્થ પણ બદલાય - એવું માને છે...
પ્રસ્તુતમાં ‘રોતિ કુમ્ભમ્' એ વાક્યમાં કુંભશબ્દને દ્વિતીયા વિભક્તિ લાગી છે અને ‘યિતે કુN:' એ વાક્યમાં કુંભશબ્દને પ્રથમ વિભક્તિ લાગી છે... એટલે કારકભેદે બંને કુંભશબ્દનો અર્થ જુદો જુદો નીકળે... માટે પ્રથમ વિભક્તિવાળા કુંભશબ્દથી બોલાતો પદાર્થ અને દ્વિતીયા વિભક્તિવાળા કુંભશબ્દથી બોલાતો પદાર્થ – બંને ભિન્ન ભિન્ન છે, એવું આ નય માને છે....
(૩) લિંગભેદમાં ઉદાહરણઃ ‘તટસ્તરી તટમ્' આ ત્રણે ભિન્ન-ભિન્ન લિંગવાળા તટશબ્દના વાચ્યાર્થ જુદા જુદા છે, એવું આ નય માને છે..
આશય : જયાં પુત્વ હોય, ત્યાં સ્ત્રીત્વ ન હોય. જયાં સ્ત્રીત્વ હોય, ત્યાં પુત્વ ન હોય... એ વાત સ્પષ્ટ છે. પ્રસ્તુતમાં તટ: ના વાચ્યાર્થમાં પુત્વ છે, તટી ના વાચ્યાર્થમાં સ્ત્રીત્વ છે, તટસ્ ના વાચ્યાર્થમાં નપુંસકત્વ છે. માટે આ બધાના વાચ્યાર્થ ભિન્ન જ હોય, જુદા-જુદા જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org