________________
૧૧૪ →**
सप्तभङ्गीनयप्रदीपः •
યથા
- तदेवाद्य दीपोत्सवं पर्व यस्मिन् वर्धमानस्वामी मोक्षं गतवान् १ ।
+ ગુણસૌમ્યા
સૂત્રાર્થ : જ્યાં ભૂતકાળમાં બનેલાને વર્તમાનની જેમ કહેવાય, તે ભૂતનૈગમ. જેમકે - આજે તે જ દીવાળી પર્વ છે કે જેમાં વર્ધમાનસ્વામી મોક્ષે ગયા હતા. (અહીં ભૂતકાળમાં બનેલા નિર્વાણને વર્તમાનની જેમ કહેવાય છે.)
વિવેચન : ધારો કે આજે દીવાળીનો દિવસ છે, તો લોકમાં એવો ઉલ્લેખ થાય છે કે ‘આજે દિવાળીએ શ્રી મહાવી૨પ્રભુ નિર્વાણ પામ્યા.' વસ્તુતઃ આજથી લગભગ ૨૫૩૯ વર્ષ પૂર્વે જે દિવાળી દિન હતો, તે દિવસે પ્રભુ મોક્ષ પામ્યા છે. બોલનાર અને સાંભળનાર બંને આ હકીકતને જાણે છે જ.
છતાં, બોલનાર બોલે છે કે ‘આજે શ્રી વીરપ્રભુ નિર્વાણ-મોક્ષ પામ્યા.' અને સાંભળનાર પણ આ વાતને સ્વીકારે છે જ. એટલે સ્પષ્ટ છે કે ભૂતકાળમાં બનેલાનો વર્તમાનમાં વ્યવહાર કરી જ શકાય છે.
હકીકતમાં ભૂતકાળમાં બનેલી ઘટના વર્તમાનમાં નથી, છતાં ભૂતકાળસંબંધી આરોપ કરાય છે. હવે આ આરોપ ત્રણ રીતે થાય : (૧) અતીતપદાર્થમાં વર્તમાનનો આરોપ, (૨) વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ, અને (૩) અતીતકાળમાં વર્તમાનકાળનો આરોપ.
હવે આ ત્રણે આરોપ આપણે ઉદાહરણ સાથે જોઇએ -
(૧) આજે દિવાળીએ પ્રભુવીર નિર્વાણને પામ્યા. પ્રભુવીર આજે મોક્ષે ગયા. આવાં બધા વાક્યોમાં પ્રભુના નિર્વાણગમનરૂપ અતીતપદાર્થમાં વર્તમાનતાનો આરોપ કરાય છે.
(૨) આજનો દિવસ એટલે ? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ. આવાં વાક્યમાં વર્તમાનકાળમાં (વર્તમાન દિવાળી દિવસમાં) અતીતકાળનો (અતીત દિવાળી દિવસનો) આરોપ છે.
(૩) પ્રભુવીર જે દિવસે નિર્વાણ પામ્યા. તે આજનો (= દિવાળીનો) દિવસ હતો. આવાં વાક્યમાં અતીતકાળમાં (= અતીત દિવાળી દિનમાં) વર્તમાનકાળનો (= વર્તમાન દિવાળી દિનનો) આરોપ છે.
આવા બધા વાક્યપ્રયોગો ભૂતનૈગમનયને માન્ય છે.
પ્રશ્ન : “પ્રભુવીર આજથી લગભગ ૨૫૩૯ વર્ષ પહેલાના દિવાળી દિવસે નિર્વાણ પામ્યા હતા.” - આમ સીધેસીધું જ કહી દેવું જોઈએ ને ? આવા આરોપવાળા વાક્યપ્રયોગો કેમ કરાય છે ?
ઉત્તર ઃ જુઓ – દિવાળીના દિવસમાં મહાકલ્યાણના ભાજનપણાંની પ્રતીતિ થાય એ માટે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org