________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * (८५) भाविनि भूतवदुपचारो यत्र स भविष्यन्नैगमः, यथा-अर्हन्तः सिद्धतां प्राप्ता
+ગુણસૌમ્યા+ આવો પ્રયોગ કરાય છે. આશય એ કે, તમે કહ્યું એ મુજબ જ કહેવામાં આવે કે આજથી લગભગ ૨૫૩૯ વર્ષ પૂર્વે દિવાળીએ પ્રભુ નિર્વાણ પામ્યા હતા. તો તો “આજનો દિવાળીનો દિન (= વીરપ્રભુના નિર્વાણ કલ્યાણકનો દિન) પણ મહાકલ્યાણનું ભાજન છે.” વગેરે પ્રતીતિ ન થઈ શકે.
એના બદલે “આજનો દિવસ એટલે? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ !” આ રીતે બોલવામાં આવે, તો આજના દિવસ માટે દિલમાં ઊંચા ભાવો ઉછળે જ. “આજે પ્રભુનું નિર્વાણ થયું. આજે પ્રભુ સર્વ સંગથી મુક્ત થયા, સિદ્ધ થયા. આ હા હા ! આજનો દિવસ કેવો મહિમાવંત? લાવ, હું પણ પ્રભુના નિર્વાણકલ્યાણકની આરાધના કરું. ધ્યાન કરું. છઠ્ઠ કરવા દ્વારા આંશિક અણાહારીપણું અનુભવું.”
પ્રભુ પ્રત્યે ભક્તિ ધરાવનારને, દિલમાં તો જાણે કે સાક્ષાતુ આજે જ પ્રભુ નિર્વાણ પામ્યા છે વગેરે પ્રતીતિઓ ભક્તિના પ્રભાવે ઉભી થાય છે, જે આત્માને ન્યાલ કરી દે છે. આવી બધી આરોપિતભાષાને, કાવ્યાનુશાસનની પરિભાષામાં અલંકાર કહેવાય છે કે જેનાથી દિલમાં વિશિષ્ટ ઊર્મિઓ સહજતાથી પેદા થાય. એટલે આ રીતનો આરોપિત પ્રયોગ કરવામાં કોઈ બાધ નથી. (૮૫) આ પ્રમાણે ભૂતનૈગમરૂપ પહેલો ભેદ જણાવ્યો. હવે બીજો ભેદ જણાવે છે -
ગક (૨) ભવિષ્યનૈગમ * સૂત્ર: ભાવિન મૂતવહુપારો યત્ર ભવિષ્યāામ: યથા – મન્તઃ સિદ્ધિ પ્રાપ્ત વિ
રા,
સૂત્રાર્થ જે હજી થવાનું છે, તેને ઉપચારથી થઈ ગયા રૂપે કહેવું, તે ભાવિનૈગમ નય કહેવાય. જેમકે - અરિહંતો સિદ્ધપણાને પામી જ ગયા, એવું કહેવું. (૨)
| વિવેચનઃ વિનિ મૂતવડુપવા: – આ બીજો નૈગમનાય છે. જેમકે - જિનને સિદ્ધ કહેવા. જે ભવસ્થકેવલી છે, તે હજુ સિદ્ધ થયા નથી, પણ અવશ્ય સિદ્ધ થવાના જ છે. આ જ ભવના અંતે થનારા છે. એટલે જાણે કે તેઓ સિદ્ધ થઈ ગયા જ ન હોય, એમ તેઓને સિદ્ધ કહેવા તે ભાવીનંગમ સમજવો.
અધ્યાત્મકલ્પદ્રુમના તેરમા યતિશિક્ષોપદેશાધિકારના પ્રથમ શ્લોકમાં “તે તીur ભવાણિfધ મુનિવર...' અર્થાત્ જેઓનું ચિત્ત વિષય-કષાયમાં રમતું નથી, તે મુનિઓ ભવસમુદ્રને તરી ગયેલા છે, એવો ઉલ્લેખ કર્યો છે. એ પણ આ નૈગમનયનું વચન જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org