________________
૧૦૪
* सप्तभङ्गीनयप्रदीपः सङ्ग्रह-व्यवहारभेदात् । द्वितीयः पर्यायार्थिकनयः, तस्य ऋनुसूत्र-शब्द-समंभिस्दैवम्भूतनयभेदाच्चत्वारो भेदाः । तदुभयोर्भेदसङ्ग्रहे च सप्तैव नयाः। __पञ्चैव नयाः, षडेव नयाः, चत्वार एव मूलनयाः" प्रवचनसारोद्धारवृत्तौ [१२४ દરે] ! ___ सविस्तरमग्रे वक्ष्यन्ते । (७५) यदुक्तमनुयोगद्वार-तवृत्त्यादिषु -
* ગુ%સૌમ્યા..
બીજો નય : (૨) પર્યાયાર્થિકનય : તેના ચાર ચાર પ્રકાર છે : (૧) ઋજુસૂત્રનય, (૨) શબ્દનય, (૩) સમભિરૂઢ, અને (૪) એવંભૂતનય.
આ બંને નયના ભેદોનો સંગ્રહ કરીએ, તો સાત નય થાય. દ્રવ્યાર્થિકનયના ૩ ભેદ + પર્યાયાર્થિકનયના ૪ ભેદ = ૭ નયો.
આ સાત નો મુખ્યમતને આશ્રયીને સમજવા. મતાંતરે પાંચ નય, છ નય, ચાર નય પણ મનાય છે – એવું પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં (દ્વાર-૧૨૫ ના શ્લોક – ૮૪૮માં) કહ્યું છે.
પ્રશ્નઃ પણ પ-૬-૪ નયો કઈ વિવક્ષાએ કહેવાય છે? ઉત્તરઃ જુઓ -
૦નૈગમનય બે પ્રકારનો છેસામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી. સામાન્યગ્રાહી નૈગમનયનો સંગ્રહનયમાં, અને વિશેષગ્રાહી નૈગમનયનો વ્યવહારનયમાં સમાવેશ કરી દેવાથી, નૈગમને છોડીને બાકીના ૬ નયો રહે.
૦ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એમ ૫ ગયો. અહીં શબ્દસમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નવો શબ્દપરક હોવાથી, એ ત્રણેનો સમાવેશ “શબ્દ” તરીકે કર્યો છે.
૦ સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એમ ૪ નયો (અહીં નૈગમનો સમાવેશ સંગ્રહવ્યવહારમાં કર્યો. અને શબ્દ-સમભિરૂઢ-એવંભૂતને “શબ્દ” તરીકે કહ્યા.)
આ પ-૬-૪ પ્રકારોનું સ્વરૂપ, ગ્રંથકારશ્રી પોતે જ વિસ્તાર સહિત આગળ જણાવશે. અહીં મુખ્યતયા સાત નયને આશ્રયીને નિરૂપણ કરાશે.
(૭૫) આ સાત નયોનું સ્વરૂપ અનુયોગદ્વાર અને તેની વૃત્તિ વગેરેમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે “જણાવે - ૧.ગ્રંથકારશ્રી પહેલા અનુયોગદ્વાર અને તેની વૃત્તિના આધારે સંક્ષેપથી સાત નયોનું સ્વરૂપ બતાવે છે. ત્યારબાદ
પ્રમાણનયતત્તાલોક વગેરે ગ્રંથોના આધારે વિસ્તારથી તેઓનું સ્વરૂપ બતાવશે. એટલે અમે પણ આ ગાથાઓનો અર્થ સંક્ષેપથી જ બતાવીશું. વિસ્તારથી આગળ જણાવીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org